અસલી જિંદગીમાં બોલ્ડ ઇમેજ ધરાવે છે રિતાશા
ટીવી પરદે શો બઢો બહૂમાં મુખ્ય ભુમિકા નિભાવી ઓળખ મેળવી ચુકેલી અભિનેત્રી રિતાશા રાઠોડ પોતાની સંસ્કારી ઇમેજ માટે લોકપ્રિય રહી છે. પરંતુ અસલી જિંદગીમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ ઇમેજને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મિડીયા પર તેની તસ્વીરો વાયરલ થતી રહે છે જેમાં તે કયારેક બિકીનીમાં તો કયારેક સ્ટાઇલથી તે સતત ચોંકાવતી રહે છે. તાજેતરમાં તેણે ટોપલેસ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર મુકી હતી જે ખુબ જ વાયરલ થઇ હતી. બઢો બહૂ શોમાં રિતાશાએ કોમલ અહલાવતની ભુમિકા નિભાવી હતી. એક જાડી છોકરીની ભુમિકા થકી તેણે એ બધી છોકરીઓને સન્માન અપાવ્યું હતું જે અસલી જિંદગીમાં પોતાના વધેલા વજનને કારણે પરેશાની હતી. તેના મોટાપાને કારણે કોમલને પતિ પસંદ કરતો હોતો નથી. પણ પછી તે પત્નિની કિંમત સમજી તેનું સન્માન કરતો થઇ જાય છે. રિતાશાએ આ ભુમિકાથી સોૈના દિલ જીતી લીધા હતાં. હવે તેણે બાથટબમાં બેસી ટોપલેટ તસ્વીરો પોસ્ટ કરી આગ લગાડી દીધી હતી.