દસમીએ ખુબ હસાવશે કાકા-ભત્રીજાની જોડી
વધુ એક કાકા-ભત્રીજાની જોડી ફિલ્મી પરદેજોવા મળવાની છે. અગાઉ અનિલ કપૂર અને અર્જૂન કપૂરે સાથે કામ કર્યુ હતું હવે અભય દેઓલ અને કરણ દેઓલ કોમેડી ફિલ્મમાં સાથે આવી રહ્યા છે. 'વેલ્લે' નામની આ ફિલ્મમાં કોમેડીનો હેવી ડોઝ હશે તેમ નિર્માતાએ કહ્યું હતું. આ ફિલ્મનું ટ્રેલર ગઇકાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં કરણ પોતાને વેલ્લે કહે છે અને તે તેના અન્ય ફ્રેન્ડ સાથે સ્કૂલના કેમ્પસમાં એક છોકરીને મળે છે. તેઓ તરત જ તેની સાથે દોસ્તી કરે છે અને કિડનેપિંગનો પ્લાન બનાવે છે. આ છોકરી પોતાને કિડનેપ કરાવી દસ લાખની ખંડણી માગે છે. આ ફિલ્મમાં કરણ અને અભયની સાથે આન્યા સિંહ, સાવંતસિંહ પ્રેમી, વિશેષ તિવારી પણ કામ કરી રહ્યાં છે. તેમજ મૌની રોય મહેમાન ભુમિકા નિભાવી રહી છે. અજય દેવગન ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ દસમી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.