આર્યાએ મારું જીવન બદલી નાંખ્યું છેઃ સુસ્મિતા
સુસ્મિતા સેન તેની વેબ સિરીઝ આર્યાની બીજી સિઝનને કારણે ખુબ ઉત્સુક છે. તે કહે છે આર્યા સિરીઝ મારી મહેનતનું ફળ છે. આ સિરીઝને ઇન્ટરનેશનલ એમ્મી અવોર્ડમાં નોમિનેશન મળ્યું છે. આ શોની બીજી સીઝન પણ જલદી જ ડિઝની હોટસ્ટાર પર આવવાની છે. આર્યા પોતાના પરિવારની સુરક્ષા માટે હંમેશાં ખડેપગે હોય છે. આર્યાને લઈને સુસ્મિતાએ કહ્યું હતું કે આર્યા પહેલાં મને લાગતું હતું કે હું એક એવા પ્રકારની એકટર છું જેણે વ્યકિતગત રૂપે મેં ઘણું બધું વેઠ્યું છે. મને લાગે છે કે આર્યાએ અનેક રીતે મારું જીવન બદલી નાખ્યું છે. છેલ્લાં પાંચ વર્ષ પણ મારા માટે ખૂબ કપરાં રહ્યાં હતાં. મને લાગતું હતું કે મેં અથાક મહેનત કરી છે એથી યુનિવર્સે મને કંઈક તો ફળ આપવું જ જોઈએ. એથી મને લાગે છે કે આર્યા એ મારા માટે ફળ છે. આર્યાનું પાત્ર ભજવવું એ યોગ્ય અને સફળ અનુભવ હતો. પરિવાર અન્ડરવર્લ્ડ અને ડ્રગ-માફિયા સાથે સંકળાયેલો હોવા છતાં એક મા અને મહિલાનો તેના પરિવારને જોડી રાખવાનો જે પ્રયાસ છે એ અતુલનીય છે.