ફિલ્મ જગત
News of Saturday, 2nd July 2022

મિર્ઝાપુર ૩ : ‘ગોલુ ગુપ્‍તા'એ ‘મિર્ઝાપુર ૩' સાથે જોડાયેલી મોટી માહિતી લીક કરી : તસવીરો શેર કરીને કર્યો મહત્‍વનો ખુલાસો

થોડા દિવસો પહેલા રસિકા દુગ્‍ગલ અને પંકજ ત્રિપાઠીએ પણ શૂટ દરમિયાનની તસવીરો શેર કરી હતી

નવી દિલ્‍હી તા. ૨ : ચાહકો એમેઝોન પ્રાઇમની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. બીજી સીઝન એવા સમયે સમાપ્ત થઈ જયાં દરેક વ્‍યક્‍તિ જાણવા માંગે છે કે આગળ શું થશે. કાલીન ભૈયા ફરી એકવાર મિર્ઝાપુરના રાજા બનશે કે ગુડ્ડુ ભૈયા બચશે કે નહીં? અત્‍યારે દર્શકો આ સવાલોના જવાબો શોધી રહ્યા હતા કે તેમની નજર ગોલુ ગુપ્તા એટલે કે શ્વેતા ત્રિપાઠીની લેટેસ્‍ટ પોસ્‍ટ પર પડી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેના કારણે સીઝન ૩ વિશે કેટલાક નવા ખુલાસા થયા છે.
મિર્ઝાપુરના ગોલુ ગુપ્તાએ ઈન્‍સ્‍ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ‘મિર્ઝાપુર' સિઝન ૧ના શૂટિંગની છે. આ તસવીરોમાં તે ગત સિઝનના સ્‍ટાર્સ અલી ફઝલ, વિક્રાંત મેસ્‍સી, દિવ્‍યેન્‍દુ શર્મા અને શ્રેયા પિલગાવર સાથે જોવા મળી રહી છે. પોસ્‍ટ કરાયેલા મોટાભાગના ફોટા BTSના છે. ચાહકો તેમને જોઈને ભાવુક થઈ રહ્યા છે કારણ કે તસવીરોમાં સ્‍વીટી (શ્રિયા પિંગાવર) અને બબલુ ભૈયા (વિક્રાંત મેસી) દેખાઈ રહ્યા છે, આ બંનેનું મૃત્‍યુ પહેલી સીઝનમાં દર્શાવવામાં આવ્‍યું છે.
તસવીરો પરથી સ્‍પષ્ટ છે કે ગોલુ ગુપ્તાએ ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તો જેમના મનમાં આ સવાલ હતો કે આ વખતે ગોલુ પોતાનો બદલો પૂરો કરશે કે નહીં, તેમને જવાબ મળી ગયો છે. થોડા દિવસો પહેલા રસિકા દુગ્‍ગલ અને પંકજ ત્રિપાઠીએ પણ શૂટ દરમિયાનની તસવીરો શેર કરી હતી. પંકજ ત્રિપાઠીએ તો ત્‍યાં સુધી કહ્યું કે ‘સિઝન-૩'માં કંઈક સરપ્રાઈઝ મળવાનું છે.
સૌથી પહેલા ગુડ્ડુ ભૈયાએ ત્રીજી સીઝનની શરૂઆત વિશે પણ માહિતી આપી હતી, અલી ફઝલે તેના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર તેનો લુક શેર કર્યો હતો. જેમાં તે ડાર્ક બેકગ્રાઉન્‍ડમાં બેઠો હતો અને તેના હાથમાં લાકડી પણ હતી. ચાહકો અનુમાન લગાવવા લાગ્‍યા કે ગુડ્ડુ ભૈયા આ વખતે પોતાનો બદલો કેવી રીતે લેશે.

 

(5:36 pm IST)