ફિલ્મ જગત
News of Monday, 2nd May 2022

હવે વિશ્વભરના લોકો જોઇ શકશે આ ફિલ્‍મ

અમિતાભ બચ્‍ચનના ચાહકોને તેમની ફિલ્‍મ ‘ઝુંડ' હવે ડિજીટલ પ્‍લેટફોર્મ ઝીફાઇવ પર છઠ્ઠી મેના રોજ રિલીઝ થવાની છે. કહાની સ્‍લમ સોકરના સંસ્‍થાપક વિજય બરસેની જિંદગી પર આધારીત છે. જેમણે સુવિધાઓથી વંચિત અને આર્થિક રૂપે નબળાં બાળકોને ફુટબોલની તાલિમ આપી હતી. આ ફિલ્‍મમાં અંકુશ ગેડમ, આકાશ ઠોસર, રિન્‍કુ રાજગુરૂ અને અન્‍ય કલાકારો પણ મહત્‍વની ભુમિકામાં છે. આ ફિલ્‍મ આ વર્ષે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી, જેને નાગરાજ મંજુળેએ ડિરેક્‍ટ કરી છે. ફિલ્‍મને લઈને નાગરાજ મંજુળેએ કહ્યું કે ‘ફિલ્‍મ ‘ઝુંડ'ની સ્‍ટોરી સ્‍ટ્રોન્‍ગ છે જે દર્શકોને પ્રભાવિત કરશે. અમિતજીએ અન્‍ય બાળકો સાથે મળીને પાત્રમાં પ્રાણ પૂર્યા હતા. દર્શકો પાસેથી અપાર પ્રેમ મેળવ્‍યા બાદ લોકો હવે આ ફિલ્‍મને વારંવાર ઝીફાઇવ પર જોઇ શકશે. ભૂષણ કુમારે કહ્યું કે ‘આ ફિલ્‍મને લોકો તરફથી ભરપૂર પ્રેમ અને પ્રશંસા મળ્‍યાં છે. હવે આ ફિલ્‍મ ડિજિટલ પ્‍લૅટફોર્મ પર રિલીઝ થતી હોવાને કારણે માત્ર ભારતમાં નહીં, પરંતુ આખા વિશ્વના લોકો એને જોઈ શકશે.

(12:49 pm IST)