લગ્ન બાદ પ્રથમવાર કાજલ અગ્રવાલે લગ્નના ફોટાઓ શેયર કર્યા
કાજલ અગ્રવાલ પતિનો હાથ ચૂમતી નજરે પડી : કાજલ અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પેજ પર લગ્નની ૩ તસવીરો શેર કરી
મુંબઈ, તા. ૧ : એક્ટ્રેસ કાજલ અગ્રવાલ લગ્નનાં બંધનમાં બંધાઇ ચૂકી છે, તો ફેન્સથી લઇ સેલિબ્રિટીઝ સૌ કોઇ તેમને દુલ્હનનાં રૂપમાં જોવા આતુર હતાં. ત્યારે કાજલે પોતે તેનાં પોતાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં લગ્નની તસવીરો શેર કરી છે. જે સાથે જ તેમનાં પતિ ગૌતમ કિચલૂનાં માથે દક્ષિણ ભારતીય વિધી કરી હતી. આમ તો આ લગ્ન પંજાબી અને કશ્મીરી પરિવાર વચ્ચે હતાં. પણ કાજલનું દક્ષીણની ફિલ્મોમાં ખાસ લેણું હોવાથી તેણે તેનાં લગ્નમાં આ ખાસ વિધી ઉમેરાવી હતી.
લગ્નમાં કાજલ ખુબજ સુંદર દેખાતી હતી. તેમનાં લગ્નની તસવીરોમાં રોયલ વેડિંગની ઝલક જોવા મળે છે. કાજલે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર લગ્નની ત્રણ તસવીરો શેર કરી હતી જેમાં એક તસવીરમાં તે તેનાં પતિ ગૌતમનો હાથ ચુમતી નજર આવે છે. તો બીજી તસવીરમાં તે બંને એકબીજાનાં માથે પાન મુકીને એકબીજાને જોતા નજર આવે છે.
આ લગ્ન કોરોના કાળમાં હતાં ત્યારે તેમનાં માટે કેટલો મોટો ચેલેન્જ હતો તે અંગે પણ કાજલે વાત કરી છે. તેણે તસવીરો શેર કરતાં લખ્યું છે કે, તેમને લગ્નમાં સંપૂર્ણ સુરક્ષિત રહેવા માટે તેમણે કોરોના ગાઇડલાઇનનાં તમામ નિયમોનું પાલન કર્યું હતું. આ તસવીર ગૌતમે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.