ફિલ્મ જગત
News of Thursday, 1st October 2020

'દિલ્હી ક્રાઇમ'ના અંતિમ દ્રશ્યોનું મુંબઇમાં શુટીંગ

વેબ સિરીઝ 'દિલ્હી ક્રાઇમ'ની પહેલી સિઝન દર્શકોને ખુબ ગમી હતી. હવે બીજી સિઝનનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. નિર્માતાઓએ કલાકારો અને ક્રુ મેમ્બર્સ સાથે તારીખો અને શેડ્યુલ નક્કી કરી લીધા છે. પહેલી સિરીઝમાં અભિનય કરનારા દિલ્હીના આઇપીએસ અભિષેક સિંહે દિલ્હી ખાતેનું પોતાનું કામ પુરૂ કરી લીધું છે. હવે તે મુંબઇ ખાતે શરૂ થનારા શુટીંગમાં ભાગ લઇ રહ્યા છે. બીજી સિઝનના અંતિમ દ્રશ્યોનું શુટીંગ દિલ્હીના લોકેશન પર જ થવાનું હતું. પરંતુ લોકડાઉન આવી જતાં શુટીંગ અટકાવી દેવું પડ્યું હતું. આ કારણે નિર્માતાઓએ હવે થોડુ ઘણું શુટીંગ બાકી છે તે મુંબઇના સ્ટુડિયોમાં પુરૂ કરી લેવાનો નિર્ણ્ય કર્યો છે. નિર્દેશક રાજેશ માપુસ્કર અને તનુજ ચોપડા આ માટે તૈયાર હતાં. પહેલી સિઝનમાં શેફાલી છાયા, રસિકા દુગ્ગલ, આદિલ હુશેન અને રાજેશ તૈલંગ મુખ્ય ભુમિકામાં હતાં. આ બધા કલાકારો સાથે નવા કલાકારો પણ સામેલ થયા છે.

(9:33 am IST)