ફિલ્મ જગત
News of Friday, 1st July 2022

ડૉક્ટર જી: આયુષ્માન ખુરાના 'ડૉક્ટર જી'માં બન્યો ગાયનેકોલોજિસ્ટ

મુંબઈ: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાનું નામ એવા કેટલાક સ્ટાર્સમાં સામેલ છે જેમની ફિલ્મોની દર્શકો રાહ જુએ છે. આયુષ્માન ખુરાનાએ તેના મજબૂત અભિનયની સાથે સાથે તેની ફિલ્મોથી ઘણી પ્રશંસા મેળવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી, આયુષ્માન ખુરાના પોતાની ફિલ્મોમાં સમાજ સાથે સંબંધિત કોઈને કોઈ વિષયને ઉઠાવે છે અને તેને મોટા પડદા પર ખૂબ જ સચોટ રીતે બતાવે છે. આવી સ્થિતિમાં હવે નેશનલ ડોક્ટર્સ ડેના ખાસ અવસર પર તેની આગામી ફિલ્મ 'ડૉક્ટર જી'માંથી તેનો લૂક અને અન્ય માહિતી સામે આવી છે.

(6:29 pm IST)