Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

'દસ કા દમ' સીઝન 3ને હોસ્ટ કરશે સલમાન ખાન

મુંબઈ:રીયાલીટી શો બિગ બોસ-૧૧ પૂર્ણ થયાને હજી ગણતરીના દિવસો થયા છે ત્યારે સલમાન વધુ એક રીયાલીટી શોમાં નજરે પડે તેવા અહેવાલ સામે આવ્યા છે. સલમાન ૧૦ કા દમના ત્રીજી સીઝનનુ શુટિંગ શરુ કરવાની તૈયારીમાં છે. સલમાન ફેબ્રુઆરીથી આ માટે શુટિંગ શરુ કરી દેશે અને વર્ષના મધ્યમાં આ શોને ટીવી પર પ્રસારીત પણ કરી દેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, જૂનમાં આ રીયાલીટી શો ૧૦ કા દમને પ્રસારિત કરવામાં આવશે. સલમાન અત્યારે પોતાની ફિલ્મ રેસ-૩ને લઈ વ્યસ્ત છે જેથી તે આ શોને બે અલગ-અલગ શિડયુલમાં શુટ કરશે. પ્રથમ શિડયુલ ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચમાં શરુ થઈ શકે છે જ્યારે બીજુ શિડયુલ જૂનમાં શરુ કરવામાં આવશે. બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના રીયાલીટી શો કૌન બનેગા કરોડપતિની જેમ આ શો પણ લગભગ દોઢ મહિનાનો હશે અને દર્શકોનો રીસ્પોન્સ અને સલમાનની હાજરીના હિસાબથી તેને વધુ સમય લંબાવી શકાય છે. 

(5:27 pm IST)