Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બહેનનો પ્રેમ

કરણ જોહરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેની દિકરી રૂહી તેના ભાઇને વહાલ કરતી જોવા મળી રહી છે. કરણને રૂહી અને યશ એમ બે જોડીયા બાળકો છે. તેના પપ્પાના નામ પરથી દીકરાનું નામ યશ અને મમ્મી હીરૂનું નામ ઉલ્ટું કરીને દીકરીનું નામ રૂહી રાખ્યું હતું. કરણે શેર કરેલા ફોટોમાં યશને વહાલ કરતી રૂહીને જોઇ શકાય છે. આ ફોટો શેર કરતાં કરણ જોહરે લખ્યું હતું કે 'બહેનનો પ્રેમ.'

(4:15 pm IST)