Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જસ્મીન ભસીન ફરી જોવા મળી હોટ અંદાજમાં

જુદા-જુદા ટીવી શોમાં સીધી સાદી વહૂના રોલમાં પારંપરિક પોષાકોમાં જોવા મળતી એવી અનેક અભિનેત્રીઓ છે જે અસલી જિંદગીમાં ખુબ જ હોટ અને બોલ્ડ છે. જસ્મીન ભસીન પણ આ હરોળની ટીવી અભિનેત્રી છે. તાજેતરમાં તેણે સોશિયલ મિડીયા પર તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે ખુબ જ ગ્લેમરસ લૂકમાં હતી. કાળા રંગની બિકીનીમાં તે અત્યંત આકર્ષક દેખાઇ રહી છે. શર્ટના બટન પણ ખુલ્લા રાખીને પોઝ આપ્યો હતો. અગાઉ પણ જસ્મીન આ પ્રકારની તસ્વીરો પોસ્ટ કરી ચુકી છે. જસ્મીને વાનમ નામની તમિલ ફિલ્મથી અભિનયની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. બાદમાં તેણે ઝી ટીવીના ટશન-એ-ઇશ્કમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કલર્સ ચેનલના શો દિલ સે દિલ તકમાં સિધ્ધાર્થ શુકલા અને રશ્મિ દેસાઇ સાથે પણ કામ કરી ચુકી છે.

(10:19 am IST)