Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કાજલ અગ્રવાલના લગ્નની તસવીર આવી સામે : વર-વધુ જયમાળા પહેરેલાં આવ્યાં નજર

મુંબઇ,તા. ૩૧: બોલિવૂડમાં હાલમાં એક બાદ એક એકટ્રેસ તેમનું જીવન આગળ વધારી રહી છે. એટલે કે કોઇ ગર્ભવતી છે તો કોઇ લગ્નનાં બંધનમાં બંધાવવાં જઇ રહી છે આ લિસ્ટમાં કાજલ અગ્રવાલનું નામ પણ જોડાઇ ગયુ છે. કાજલ અગ્રવાલેએ ફાઇનલી ગૌતમ કિચલૂ સાથે લગ્ન કરી લીધા છે.

 થોડા સમય પહેલાં જ તેણે દુલ્હન માટે રેડી થતી હોય તેવી તેની તસવીર શેર કરી હતી જેમાં તે બાથરોબમાં નજર આવી હતી અને પાછળ તેનો બ્રાઇડલ લહેંગો નજર આવતો હતો. હવે લગ્ન બાદની પહેલી તસવીર સામે આવી છે જેમાં વર વધુ જોડે જયલમાલા પહેરેલા નજર આવી રહ્યાં છે. આ ફોટોમાં કાજલ અને ગૌતમ બંને ખુબજ સ્ટાઇલિશ નજર આવી રહ્યાં છે. કાજલ ગૌતમનાં લગ્નની આ પહેલી તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.

કાજલે રેડ અને પીચ કલરનો લહેંગો પહેરેલો છે અને સાથે જ રોયલ જવેલરી પહેરી છે હાથમાં ભારે કલીરા પણ બાંધ્યા છે. આ સાથે જ તેની ખિલખિલાટ હસી તસવીરમાં ખુબજ સુંદર લાગે છે. જયારે વરરાજા ગૌતમ પણ કંઇ કમ નથી લાગતો તેણે વ્હાઇટ રંગની શેરવાની પહેરી છે સાથે જ સિલ્કની શોલ ઓઢી છે. જે ખુબજ સ્ટાઇલિશ લાગે છે. આ ફોટો કાજલનાં ફેન પેજ પર શેર કરવામાં આવી છે

 આ તસવીરમાં દુલ્હા દુલ્હનની જોડી કોઇ રોયલ કપલથી કમ નથી લાગતી. બંને એક સાથે ખુબજ સુંદર લાગી રહ્યાં છે. ફેન્સ કાજલ અને ગૌતમનાં લગ્નની વધુ તસવીરો જોવા ઉત્સાહિત છે. અને તેમને લગ્નની વધામણીઓ પણ આપી રહ્યાં છે.

(2:31 pm IST)
  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને મારા પ્રત્યે પૂર્વગ્રહ હતો : મારી બદલી તેમણે વિદ્યુત ડિપાર્ટમેન્ટમાં કરી નાખી : પૂર્વ ફાયનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી સાથે મારે સારા સબંધ હતા : નિર્મલા સીતારમણના અમુક નિર્ણયો જેવા કે આરબીઆઇ સાથેનો વહેવાર ,નોન બેન્કિંગ કંપનીઓ માટે પેકેજ ,ક્રેડિટ ગેરંટી યોજના સહિતની બાબતે અમારે મતભેદ હતો : તેથી મેં એક વર્ષ વહેલી નિવૃત્તિ લઇ લીધી : સીનીઅર આઈ એ એસ નિવૃત ઓફિસર સુભાષચંદ્ર ગર્ગે નિવૃત થયાના એક વર્ષ પછી મોઢું ખોલ્યું access_time 6:46 pm IST