Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

બિગ બોસ 16'ના ફિનાલેમાં પહોંચનારી પ્રથમ સ્પર્ધક બની નિમૃત

મુંબઈ: ટેલિવિઝન અભિનેત્રી નિમૃત કૌર અહલુવાલિયા વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 16'ના ફિનાલેમાં પહોંચનાર પ્રથમ સ્પર્ધક છે. તે લેટેસ્ટ એપિસોડમાં એક ટાસ્ક દરમિયાન 'ટિકિટ ટુ ફિનાલે' સુરક્ષિત કરવામાં સફળ રહી. તાજેતરના એપિસોડમાં, બિગ બોસે એક પછી એક બધા સ્પર્ધકોને બોલાવ્યા અને તેમને તે સ્પર્ધકનું નામ આપવા કહ્યું કે જેને તેઓ નિયંત્રિત કરવા માગે છે. પ્રિયંકા અને શાલીન બંનેએ શિવ ઠાકરેનું નામ લીધું. બાદમાં ફાઈનલની ટિકિટને લઈને કાર્ય શરૂ થયું.સ્પર્ધકોએ રિમોટ-કંટ્રોલ ટાસ્ક રમવાનું હતું જ્યાં બગીચામાં એક ટેલિવિઝન સેટ મૂકવામાં આવ્યો હતો જે સ્પર્ધકોને બતાવતો હતો અને ઘરના માલિક એવા સ્પર્ધકને પસંદ કરશે કે જેને કેપ્ટનશિપની રેસમાંથી કોઈને બહાર કરવાની તક મળે. જ્યારે પ્રિયંકા અને એમસી સ્ટેન કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા ન હતા, ત્યારે બિગ બોસે ટાસ્ક સમાપ્ત કરી દીધું હતું. નિમ્રિત કેપ્ટન રહેશે અને ફિનાલે વીકમાં પહોંચનાર પ્રથમ વ્યક્તિ બની છે.બિગ બોસ 16 ના વર્તમાન સ્પર્ધકો નિમ્રિત કૌર, શાલીન ભનોટ, સુમ્બુલ ટૌકર, પ્રિયંકા ચાહર, શિવ ઠાકરે, એમસી સ્ટેન અને અર્ચના ગૌતમ છે.કલર્સ શોની ફિનાલે 12 ફેબ્રુઆરીએ થશે.

(7:50 pm IST)