Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કર્ણાટકમાં કૈલાશ ખેરના કાર્યક્રમમાં કન્‍નડ ગીત ન ગવાતા અફરાતફરી મચી ગઇ

ગાયકે તેરી દિવાની... તેરી દિવાની... ગીત ગાતા ઓડિઅન્‍સમાંથી બોટલોના ઘા થયા

મુંબઇઃ ઘણીવાર એવું થતું હોય છેકે, લાઈફ પરફોર્મન્સ દરમિયાન લોકો કોઈ કલાકારથી ઉશ્કેરાઈ જતા હોય. આવું જ કંઈક જાણીતા ગાયક કૈલાશ ખેર સાથે બન્યું. કર્ણાટકમાં કૈલાશ ખેરનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. ગાયક તેરી દિવાની...તેરી દિવાની...ગાતા હતા અને પબ્લિક તેમના પર બોટલો મારવા મંડી...કૈલાશ ખેર પણ પબ્લિકનું આ પ્રકારનું વર્તન જોઈને ડરી ગયા. સ્ટેજ પરથી સિક્યુરિટી ગાર્ડે પણ તેમને કોર્ડન કરીને તેમનો બચાવ કરવો પડ્યો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઘટના એવી બની હતીકે, કર્ણાટક ખાતે બોલીવુડના જાણીતા ગાયક કૈલાશ ખેરનો એક લાઈવ કોન્સર્ટ યોજાઈ રહ્યો હતો. જ્યાં તેમના પણ અચાનક હુમલાના સમાચાર સામે આવ્યાં. વાયુવેગે આ સમાચાર બધે પ્રસરી ગયા. ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક એક્શન લીધાં. પોલીસે તાત્કાલિક ગાયક પર હુમલો કરનાર બે શખ્સોને ઝડપી લીધાં. જોકે, હુમલો કેમ થયો એનું કારણ જાણીને તમે પણ વિચારમાં મુકાઈ જશો.

ઉલ્લેખનીય છેકે, કર્ણાટકમાં હમ્પી મહોત્વમાં કૈલાસ ખેર પર ચાલુ કોન્સર્ટ દરમિયાન કાચની બે બોટલ ફેંકાઈ હતી. જોકે સ્ટેજ પર હાજર લોકોએ બોટલો ખાળી લેતાં કૈલાસ ખેરનો બચાવ થયો હતો. પોલીસે આ હુમલા અંગે બે લોકોની ધરપકડ કરી હતી. ઓડિયન્સમાંથી બે લોકો ઈચ્છતા હતા કે કૈલાસ ખેર કન્નડ ગીતો પણ ગાય. પરંતુ. તેમની વાત સ્ટેજ સુધી પહોંચી જ ન હતી. આથી ઉશ્કેરાઈને તેમણે કૈલાસ ખેરને નિશાન બનાવી કાચની બોટલો ફેંકી હતી. ઘટનાને  પગલે કાર્યક્રમમાં અચાનક દોડધામ મચી ગઈ હતી. કર્ણાટકમાં ત્રણ દિવસનો હમ્પી મહોત્વ યોજાયો હતો. તેના સમાપન કોન્સર્ટ વખતે જ આ ઘટના સર્જાઈ હતી.

(5:16 pm IST)