Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

શાહિદ કપૂરની ફિલ્મ'ઇશ્ક વિશ્ક'ની બનશે સિક્વલ

મુંબઈ: બોલીવુડની સુરફીટ ફિલ્મ 'ઇશ્ક વિશ્ક'ની સિક્વલ બનવાની હોવાની માહિતી મળી રહી છે. કેન ઘોષાએ વર્ષ 2003માં શાહિદ કપુરેને લઈને ફિલ્મ બનાવી હતી.આ ફિલ્મથી શાહિદે બોલીવુડમાં અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતું.

આ ફિલ્મમાં શાહિદ સિવાય અમૃતા રાવ પણ મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મની સિક્વલ માટેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે સિક્વલ માટે શાહિદ અને પ્રિયંકા ચોપડાને લેવાની વાત ચાલી રહી છે. પણ અમુક કારણોસર ફિલ્મની સિક્વલ રોકાઈ ગઈ હતી.હવે ફરીએકવાર આ ફિલ્મની સિક્વલની વાત ચર્ચાઈ રહી છે. ફિલ્મનું નિર્દેશન અમી રોય કરશે અને ફિલ્મમાં હિરોઈન તરીકે નવા ચેહરાને લેવામાં આવશે.ફિલ્મના હીરો માટેની હજુ કઈ ખબર મળી નથી.

(4:27 pm IST)