Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

નવી ફિલ્મ માટે ખાસ તૈયારી કરી રહી છે અનુષ્કા

ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કાએ થોડો સમય બ્રેક લીધો હતો. હવે તે ફરીથી ફિલ્મના કામમાં જોડાઇ ગઇ છે. હાલમાં નવી ફિલ્મ સુઇ ધાગાના કામમાં વ્યસ્ત છે. તેના માટે તે ખાસ તૈયારી કરી રહી છે.  આ ફિલ્મમાં તે વરૂણ ધવન સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે શાહરૂખ ખાન સાથેની ઝીરો, તેની હોમ પ્રોડકશનની ફિલ્મ પરી પણ છે. સુઇ-ધાગાની એક તસ્વીર અનુષ્કાએ પોસ્ટ કરી હતી.

જેમાં તે સોઇ દોરાથી ભરત ગુંથણ કરતી દેખાય છે. ફોટામાં તેણે લખ્યું છે કે કતરન સે બુની કહાની, પૈબંદ લગા કે હૈ સુનાની-સુઇ ધાગા. આ ફિલ્મ માં અનુષ્કાનો રોલ ખુબ જ દિલચશ્પ હશે. યશરાજ ફિલ્મ્સ બેનરની આ ફિલ્મનું નિર્દેશન શરત કટારીયા કરશે. જેણે પહેલા દમ લગા કે હઇસા બનાવી હતી.

(9:42 am IST)