Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મનોજ બાજપાઈની 'ભોંસલે'નું શૂટિંગ પૂરું

મુંબઇ:  ઉત્તર ભારતીય શ્રમિકોને હાંકી કાઢવા કાવતરાં ઘડતા પશ્ચિમ ભારતના પોલિટિશ્યનોની રમતને રજૂ કરતી ફિલ્મ ભોંસલેના શૂટિંગની પૂર્ણાહુતિ થઇ હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મમાં પોતાના વિશિષ્ટ અભિનય દ્વારા બોલિવૂડમાં મોખરાનું સ્થાન ધરાવતા થયેલા અભિનેતા મનોજ બાજપેયી મુખ્ય રોલ કરી રહ્યા છે. ટર્મિનલ માંદગી ધરાવતો હોવાથી જેને પરાણે નિવૃત્ત કરવામાં આવ્યો છે એેવા એક પોલીસમેન ભોંસલેનો રોલ મનોજ ફિલ્મમાં કરી રહ્યો છે. એને ૨૩ વર્ષની એક ઉત્તર ભારતીય યુવતી અને એના નાનાભાઇ સાથે સારી એવી આત્મીયતા છે જેને અન્યોની સાથે પેલા પોલિટિશ્યન હાંકી કાઢવા માગે છેપોતે ગંભીર રીતે બીમાર હોવા છતાં પોલીસમેન શી રીતે પેલા માથાભારે પોલિટિશ્યનનો સામનો કરે છે એવી કથા ફિલ્મમાં છે.ઔમનોજ ઉપરાંત ફિલ્મમાં દેવાશિષ મખીજા (જે ફિલ્મના ડાયરેક્ટર પણ છે), પિયુષ સિંઘ, સંદીપ કપૂર , સૌરભ ગુપ્તા અને નમિતા લાલ ચમકી રહ્યાં છે. મનોજે સોશ્યલ મિડિયા પર સૌને અભિનંદન આપતાં અને સૌનો આભાર માનતાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ રહ્યું હોવાની ઔપચારિક જાહેરાત કરી હતી.

 


 

(4:39 pm IST)