Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું અભિનેત્રી બનીશ: કૃતિ સેનન

મુંબઇ: અભિનેત્રી કૃતિ સનોને કહ્યું હતું કે હું તો બેચલર ઑફ ટેક્નોલોજી (બી.ટેક.)નો અભ્યાસ કરતી હતી. મેં સ્વપ્નેય કદી એવી કલ્પના કરી નહોતી કે હું અભિનેત્રી બનીશ. 'મને બોલિવૂડમાં આવ્યાને ચારેક વર્ષ થવા આવ્યા. દરમિયાન, ટોચના અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાન સાથે દિલવાલે અને ત્યારબાદ તાજેતરમાં આયુષમાન ખુરાના સાથે બરેલી કી બરફી જેવી બે હિટ ફિલ્મો કરી. મને લાગે છે કે અભિનેત્રી તરીકે મારામાં અગાઉ કરતાં ઠીક ઠીક સુધારો થયો છે' એમ કૃતિએ કહ્યંુ હતું

 


 

(4:38 pm IST)