Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કિસાનોના મુદ્દે રાજકીય રંગ ન આપતા વાતચીતથી આ મુદાનો હલ લાવવો જાઇએઃ દિલ્હીમાં ખેડૂતોના સમર્થનમાં કપિલ શર્મા - તાપસી પન્નુ-સ્વરા ભાસ્કર સહિતની બોલિવુડ સેલિબ્રીટી

નવી દિલ્હીઃ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. કિસાન દિલ્હી-હરિયાણાની સરહદ સિંધુ બોર્ડર અને દિલ્હીના નિરાકારી સમાગમ મેદાનમાં હાજર છે અને પોતાની માંગોને લઈ પ્રદર્શન કરી રહ્યાં છે. કિસાનોને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. બોલીવુડ સેલિબ્રિટી પણ કિસાનોના સપોર્ટમાં આવ્યા છે. તેવામાં હવે કપિલ શર્માએ કિસાનોને સમર્થન આપતા ટ્વીટ કર્યુ છે

કોમેડિયન કપિલ શર્માએ તેના પર ટ્વીટ કરતા કહ્યુ, 'કિસાનોના મુદ્દાને રાજકીય રંગ આપતા વાતચીતથી મુદ્દાનો હલ કાઢવો જોઈએ. કોઈપણ મુદ્દો એટલો મોટો નથી હોતો કે વાતચીતથી તેનો હલ નિકળે. અમે બધા દેશવાસી કિસાન ભાઈઓની સાથે છીએ. અમારા અન્નદાતા છે.'
 

પહેલા ઘણા અન્ય સેલિબ્રિટી અને પંજાબી સિંગર કિસાન આંદોલનને પોતાનું સમર્થન આપી ચુક્યા છે. તેમણે પણ ટ્વીટ કરીને કિસાનોનો જુસ્સો વધાર્યો છે. તો બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરે પણ કિસાનોના સમર્થનમાં ટ્વીટ કર્યા છે

પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ કહ્યુ, 'સરકારે કિસાનો સાથે બેસવુ જોઈએ અને કોઈ સમાધાન કાઢવુ જોઈએ. અમે બધા કિસાન પરિવારમાંથી છીએ અને અમારા પ્રિય કિસાનોની સાથે છીએ.' પહેલા સિંગર-એક્ટર દિલજીત દોસાંજએ પણ કિસાનોનું સમર્થન કર્યુ અને પ્રદર્શનની તસવીર શેર કરતા કહ્યુ હતુ, બાબા સબ ઠીક રખે. કિસીકો કોઈ નુકસાન હો.

કૃષિ બિલ, 2020 કૃષિ સાથે જોડાયેલ ત્રણ વિભિન્ન બિલ છે જેને સપ્ટેમ્બર 2020ના સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. સંસદમાં પસાર થયા બાદ પણ તેને લઈને બબાલ શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર પણ મોદી સરકારને ઘેરી હતી. હવે કિસાન દિલ્હીની સરહદ પર 26 નવેમ્બરથી પ્રદર્શન કરી રહ્યા છે

(5:33 pm IST)