Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પૃથ્વીસિંહ ફરીવાર આવશે ડિસેમ્બરમાં

ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ માં હોસ્ટેજિસનું નામ પણ આગળ છે. આ સિરીઝની બે સિઝન ડિઝનીપ્લસ હોટસ્ટાર પર અગાઉ હિટ નિવડી ચુકી છે. હવે ત્રીજી સિઝનનું કામ પણ શરૂ થઇ ગયું છે. જે આગામી ડિસેમ્બર મહિનામાં રિલીઝ કરી દેવાની નિર્માતાઓની તૈયારી છે. ઓરિજિનલ ઇઝરાયલી વેબ સિરીઝ પરથી બનેલી 'હોસ્ટેજિસ'ની ત્રીજી સીઝન પણ મૂળ વેબ સિરીઝની ત્રીજી સીઝન પર આધારિત રહેશે, પણ એમાં પહેલી સ્ટોરી પૂરી કરવામાં આવશે. 'હોસ્ટેજિસ'ની કહાની પૃથ્વીસિંહ (રોનીત રોય)ની આસપાસ ફરે છે.

પૃથ્વીસિંહને ખુશવંતસિંહ હાન્ડા (દાલીપ તાહિલ) સામે વાંધો છે, જો કે તે વેર વાળતાં પહેલાં  પોતાની દીકરી માટે તેને જીવતો રાખે છે. પૃથ્વીની દીકરીનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે અને એ માટે જ હાન્ડાને હોસ્ટેજ બનાવવામાં આવે છે. ત્રીજી સીઝનમાં વાત અહીંથી જ આગળ વધે છે. હાન્ડા હવે પૃથ્વીસિંહ સામે મેદાને પડશે. ટીસ્કા ચોપડા, અમિત સિયાલ, આસીમ ગુલાટી, મોહન કપૂર, આસીફ બસરા, દિવ્યા દત્તા, ડીનો મારીયા, શ્વેતા પ્રસાદ બાસુ સહિતના કલાકારોનો કાફલો આ સિરીઝ સાથે જોડાયેલો છે.

(9:53 am IST)