Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ફિલ્મ 'વિકિડા નો વરઘોડો'નું સોનુ નિગમે ગાયેલું ગીત 'ઉડી રે' રિલિઝ

મલ્હાર ઠાકરના જન્મદિને ગીત લોન્ચ

(કેતન ખત્રી), અમદાવાદઃ ટૂંક સમયમાં રિલિઝ થનારી ટ્રેજિક કોમેડી ગુજરાતી ફિલ્મ 'વિકિડાનો વરઘોડો'ના મેકર્સે કોન પ્લેકસ સ્માર્ટ થિયેટરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મનું સોંગ 'ઉડી રે'દર્શકો સમક્ષ રજૂ કર્યું હતું.

પ્લેબેક સિંગર સોનુ નિગમે ઉડી રે ગીત ગાયું છે તથા આ મધુર ગીતને અમર ખાંધાએ કમ્પોઝ કર્યું છે અને તેના નિરેન ભટ્ટે ગીત લખ્યું છે. ફિલ્મના લીડ અભિનેતા મલ્હાર ઠાકર ના બર્થડેની ઉજવણી સાથે આ ગીત લોંચ કરાયું હતું, જેમાં તેમના કો-સ્ટાર માનસી રાચ્છ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોન પ્લેકસ સ્માર્ટ થિયેટરના સહ-સ્થાપક અને ડાયરેકટર રાહુલ ધ્યાની અને અનિષ પટેલે જણાવ્યું હતું કે, અમે 'વિકિડા નો વરઘોડો'ના સોંગ લોંચની યજમાની કરતાં ઉત્સાહિત છીએ. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે છેલ્લાં થોડાં વર્ષોમાં દરેક બાબતે જબરદસ્ત કામગીરી નિભાવી છે અને અમને વિશ્વાસ છે કે ઉદ્યોગ નવી ઉંચાઇઓ હાંસલ કરશે.

(3:58 pm IST)