Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

આ વેબસાઈટ પર લીક થઇ ફિલ્મ 'પધ્માવત': લોકો ફ્રીમાં કરી રહ્યા છે ડાઉનલોડ

મુંબઈ: ફિલ્મ 'પધ્માવત શુટિંગથી લઈને રિલીઝ સુધી વિવાદમાં રહી છે. ફિલ્મને લઈને સમગ્ર દેશમાં વિવાદ છે. દેશની સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ પછી ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. કરણી સેના આક્રોશને લઈને સમુક દેશોમાં ફિલ્મને રિલીઝ કરવમાં આવી નથી.

આ વિવાદો વચ્ચે વધુ એક આશ્ચર્યચકીત કરે તેવી વાત ખબર પડી છે. પધ્માવત ઓનલાઇન લીક થઇ ગઈ છે અને લોકો અનેક વેબસાઈટ પરથી ફ્રીમાં ડાઉન્લોઅડ કરી રહ્યા છે. આ વેબસાઈટમાં મુખ્ય વેબસાઈટ rdxhd,moviespur,bigdaddymovies,aeonsource છે. અન્ય વેબસાઈટથી પણ અનુક લોકો આ ફિલ્મને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

(5:00 pm IST)