Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

મીકા સિંહે બોલીવુડમાં સફળતા પાછળનો ક્ષેય આપ્યો આ અભિનેતાઓને

મુંબઈ:બૉલીવુડમાં મિકા સિંહ એક સફળ સિંગર છે અને તે તેની આ સફળતા માટે અક્ષયકુમાર અને સલમાન ખાનને શ્રેય આપે છે.

મિકા સિંહ હાલમાં જ સલમાનના શો ‘બિગ બૉસ’માં અને અક્ષયકુમારના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચૅલેન્જ’માં ગયો હતો. આ બન્ને શોમાં તેણે સલમાન અને અક્ષયકુમારનો આભાર માન્યો હતો. તેણે અક્ષયકુમાર માટે ‘સુબહ હોને ના દે’ અને ‘બસ એક કિંગ’ જેવાં ઘણાં હિટ ગીતો આપ્યાં છે તો સલમાન માટે તેણે ‘આજ કી પાર્ટી’ અને ‘જુમ્મે કી રાત’ જેવાં ગીતો ગાયાં છે.

(5:02 pm IST)