Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જેઠાલાલને મળી ગઇ છે નવી 'દયા ભાભી', 'ટપ્પૂ કે પાપા'નો ટહુકો ફરી સંભળાયો

મુંબઇ, તા.૨૯: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો છેલ્લા ૧૨ વર્ષથી લોકોને મનમાં અને ટીવી પર રાજ કરે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી શોની લીડ એકટ્રેસ એટલે કે જેઠાલાલની પત્ની, દયાબેન આ શોમાં બહાર જતા મોટી ખોટ વર્તાય છે. દયાબેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી માતા બન્યા બાદથી આ શોમાં પરત ફરી નથી. પરંતુ, હવે જેઠાલાલને તેની નવી 'દયા' મળી છે. એટલું જ નહીં, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પણ આ નવા દયા બેનને તેના શોમાં લાવવાની વાત કરી છે.

ખરેખર આ બધું રિયાલિટી ડાન્સ શો ભારતના બેસ્ટ ડાન્સરના સેટ પર થવા જઇ રહ્યું છે જયાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમ આ વીકએન્ડ પર જોવા મળશે. આવી સ્થિતિમાં શોના કોરિયોગ્રાફર રુતુજા જુનારકર  'દયા બેન' ની સ્ટાઇલમાં શોમાં ડાન્સ કરતી જોવા મળશે. આટલું જ નહીં, રુતુજાને આ દયા બેન અવતારમાં જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશીને 'ટપ્પુ કે પાપા' તરીકે બોલાવતા પણ જોવા મળશે.

રુતુજા આ સ્ટાઇલમાં એટલી જોરદાર લાગી રહી હતી કે તેનાથી ઇમ્પેસ થઇ ને શોના પ્રોડ્યૂસર પોતે તેને પોતાના શોમાં લેવાની વાત કરી હતી.

રુતુજા અને જેઠાલાલે અહીં સાથે ગરબા પણ કર્યા અને રુતુજાએ દયાબેનના તે ટીપિકલ સ્ટેપ પણ ફોલો કર્યા.

ઇન્ડિયા બેસ્ટ ડાન્સર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ મહાસંગ્રામ આ શનિવારે અને રવિવારે રાત્રે ૮ વાગે જોવા મળશે.

(10:22 am IST)