Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

હવે દિપિકા - રણવીરના સંબંધોમાં ખટાશ ?

લગ્ન જીવનના ૪ વર્ષ બાદ

મુંબઇ, તા.૨૯: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવુડ ઈન્‍ડસ્‍ટ્રીના ફેન્‍સ તરફથી સૌથી વધારે પ્રેમ મેળવનારા કપલમાંથી એક છે. તેમની લવ સ્‍ટોરી પણ કોઈ પરિકથાથી કમ નથી. બંને એકબીજાના પ્રેમમાં આશરે એક દશકા જેટલો સમય પસાર કરી ચૂકયા છે. તેમણે નવેમ્‍બર, ૨૦૧૮માં ઈટાલીમાં પરિવારના સભ્‍યો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા અને ખૂબ જલ્‍દી ચોથી એનિવર્સરી સેલિબ્રેટ કરવાના છે. હાલ બંને તેમના વિશે વાયરલ થયેલી એક ટ્‍વીટના કારણે ચર્ચામાં છે, જે મુજબ રણવીર અને દીપિકાના લગ્નજીવનમાં કંઈ ઠીક ચાલી રહ્યું નથી અને સ્‍ટાર કપલ ખૂબ જલ્‍દી આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાના છે. ટ્‍વીટ સામે આવ્‍યા બાદ ‘એનર્જીના પાવરહાઉસ' ગણાતા એક્‍ટરે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

સેપરેશનની અફવા વચ્‍ચે, રણવીર સિંહે એક સમિટમાં હાજરી આપી હતી, જ્‍યાં તે તેની પત્‍નીના કામ અને તેના વખાણ કરતાં પોતાને રોકી શકયો નહોતો. અહીંયા જ્‍યારે તેને દીપિકા સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્‍યું તો તેણે કહ્યું હતું કે, ‘ટચવૂડ. અમે ૨૦૧૨માં મળ્‍યા હતા અને ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, તેથી હું અને દીપિકા સાથે છીએ તેના ૨૦૨૨માં દસ વર્ષ થઈ ગયા છે, ટચવૂડ.'

પત્‍ની સાથે ફરી કામ કરવા માગે છે રણવીર સિંહ

પ્રોફેશનલ લાઈફ અને એક્‍ટર તરીકે તેમના પર્સનલ ગ્રોથ વિશે વાત કરતાં રણવીરે ફરી એકવાર પત્‍ની દીપિકા સાથે સ્‍ક્રીન શેર કરવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘છેલ્લી વખત મેં દીપિકા સાથે ૨૦૧૪-૨૦૧૫માં પર્ફોર્મન્‍સ આપ્‍યું હતું. ત્‍યારથી તેણે અને મેં વ્‍યક્‍તિગત અને એક્‍ટર તરીકે ઉત્‍ક્રાંતિ કરી છે. અમને ફરીથી સાથે કામ કરવા મળશે તેવી આશા છે.'

દીપિકા પાદુકોણ જ્‍યારે પણ નવો પ્રોજેક્‍ટ હાથમાં લે છે ત્‍યારે રણવીર સિંહ તેને પૂરતો સપોર્ટ આપે છે અને તેના માટે ચીયરલીડરનું કામ કરે છે. ‘મને લાગે છે કે ‘ગહેરાઈંયા'માં તેનું પર્ફોર્મન્‍સ જબરદસ્‍ત હતું. જે વ્‍યક્‍તિ માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને તણાવ સામેની લડાઈ લડી ચૂકી છે તેના માટે આ પ્રકારનો ભાગ ભજવવો પડકાર છે અને તે તમારામાંથી ઘણું લઈ લે છે. તેની પ્રામાણિકતા અને ફિટનેસ માટે મને માન છે. એક્‍ટર તરીકે હું તેનો પ્રશંસક છું. અમને બંનેને ફરીથી સ્‍ક્રીન શેર કરવાની તક મળે તેવી આશા રાખીએ છીએ.'

વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અયાન મુખર્જીની ફિલ્‍મ ‘બ્રહ્માષા'ની સિક્‍વલમાં જોડી જમાવે તેવી શકયતા છે. તેમાં ઋત્‍વિક રોશન પણ મહત્‍વના રોલમાં દેખાઈ તેવી અફવા છે. દીપિકા પાદુકોણ સાથે પ્રભાસ સાથેની ફિલ્‍મ પ્રોજેક્‍ટ કે' છે. આ સિવાય દીપિકા શાહરુખ ખાન સાથે ફિલ્‍મ ‘પઠાણ' થકી ફરી એકવાર સ્‍ક્રીન શેર કરતી દેખાશે, જેમાં જ્‍હોન અબ્રાહમ પણ છે. તો બીજી તરફ રણવીર સિંહની આલિયા ભટ્ટ સાથેની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી' ફિલ્‍મની રિલીઝની રાહ જોવાઈ રહી છે. તેની પાસે રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્‍મ ‘સર્કસ'ની પણ છે.

(4:05 pm IST)