Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મને બીજી ભાષા પણ આવડી ગઇઃ રશ્‍મિકા

સાઉથ ઇન્‍ડસ્‍ટ્રીની સુંદરી અને નેશનલ ક્રશ બની ગયેલી અભિનેત્રી રશ્‍મિકા મંદાના હવે બોલીવૂડમાં પણ એન્‍ટ્રી કરી ચુકી છે. તેની ફિલ્‍મો રિલીઝ થવાની તૈયારીમાં છે. રશ્‍મિકા કહે છે હિન્‍દીમાં ડબિંગ કરવું ખૂબ જ પડકારજનક છે. તે અમિતાભ બચ્‍ચન સાથેની ગુડબાયમાં જોવા મળવાની છે. આ ફિલ્‍મ સાતમી ઓક્‍ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્‍મનું નિર્દેશન વિકાસ બહલે કર્યુ છે. આ ફિલ્‍મ દ્વારા તે બોલીવુડમાં એન્‍ટ્રી કરી રહી છે. તેમ જ તેણે પહેલી વાર આખી ફિલ્‍મને હિન્‍દીમાં ડબ કરી છે. આ વિશે વાત કરતાં રશ્‍મિકાએ કહ્યું હતું કે મારા માટે ડબિંગ ખુબ જ મુશ્‍કેલ છે. દરેક સમયે અને દરેક ભાષામાં મને આ ખુબ જ મુશ્‍કેલ લાગે છે. ફિલ્‍મ માટે મારા માટે સૌથી મુશ્‍કેલ વસ્‍તુ આ જ છે. હિન્‍દીમાં ડબિંગ કરવું મારા માટે ખૂબ જ પડકારજનક રહ્યું હતું, પરંતુ મને નવી ભાષા શીખવાનો ચાન્‍સ મળ્‍યો છે. હવે મને વધુ એક ભાષા આવડી ગઈ છે. રશ્‍મિકા અન્‍ય હિન્‍દી ફિલ્‍મો પણ કરી રહી છે.

(10:14 am IST)