Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સાહોમાં શ્રધ્ધાનો રોલ ખુબ મહત્વનો છેઃ પ્રભાસ

બોલીવૂડમાં ૨૦૧૦માં તિનપત્તી ફિલ્મથી એન્ટ્રી કર્યા પછી શ્રધ્ધા લવ કા ધ એન્ડ ફિલ્મમાં જોવા મળી હતી. જો કે આ બંને ફિલ્મોથી તેને કોઇ ફાયદો થયો નહોતો. ૨૦૧૩માં આવેલી આશિકી-૨એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. તેને ફિલ્મફેરનો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પણ મળી ગયો હતો. એ પછી શ્રધ્ધાએ હૈદર, એક વિલન, એબીસીડી-૨, બાગી, રોકઓન-૨ અને હસીના નામની ફિલ્મો કરી છે. હવે તે બાહુબલી પ્રભાસ સાથે એકશન ફિલ્મ સાહોમાં ખાસ રોલ નિભાવી રહી છે. પ્રભાસ કહે છે આ ફિલ્મમાં શ્રધ્ધા માત્ર ડાન્સ કરતી કે પછી નાનકડી ભૂમિકા પુરતી સિમિત નથી. તેનો રોલ જોરદાર અને ખુબ મહત્વનો છે. મારી આ ફિલ્મ માટે શ્રધ્ધા બેસ્ટ ચોઇસ છે. તે અદ્દભુત એકશન કરતી જોવા મળશે. તે ખુબ મહેનતુ અને સેટ પર સારી રીતે કામ કરે છે.

(9:34 am IST)