Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દિલ જંગલીનું પહેલું પોસ્ટર રિલીઝ

મુંબઇ: અભિનેત્રી તાપસી પન્નુ અને અભિનેતા સકીબ સલીમને ડાયરેક્ટર અલિયા સેનની આગામી ફિલ્મ દિલ જંગલી માટે સાઇન કરવામાં આવ્યાં હોવાની માહિતી મળી હતી. જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મુદિત જૈન અને મયંક જૈન એમ ચાર નિર્માતાની સહિયારી ફિલ્મને દિલ જંગલી ટાઇટલ આપ્યું હતું. આ સાથે કાસ્ટિંગ ફોર દિલ જંગલી નામે એક સ્પેશિયલ વિડિયો ક્લીપ પણ તૈયાર કરાઇ હતી જેમાં તાપસી અને સકીબનો ઉલ્લેખ મુખ્ય કલાકારો તરીકે કરાયો હતો. આ બંને ઉપરાંત આ ફિલ્મમાં નિધિ સિંઘ, અભિલાષ થપરિયાલ અને સૃષ્ટિ શ્રીવાસ્તવને પણ સાઇન કરવામાં આવ્યાં હતાં. તાપસીએ ટ્વીટર પર ફિલ્મના પ્રથમ પોસ્ટરને રિલિઝ કરતાં લખ્યું હતું કે ચાલો આપણે વેલેન્ટાઇનને જંગલી બનાવીએ...અમે દિલ જંગલી બનાવી રહ્યાં છીએ... આ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ છે એવું જણાવવામાં આવ્યું હતું.

 

 

(5:51 pm IST)