Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અક્ષયકુમારની નવી હેરસ્ટાઇલનો રાઝ શું?

અક્ષયકુમારે હાલમાં તેના વાળ કઢાવી નાખ્યા છે અને કોઇને પણ એ ખબર નથી કે તેણે એવું કેમ કર્યુ છે. તેની આગામી કોઇ ફિલ્મનો એ લુક હશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે અક્ષયે પોતે જ આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેના લુક વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે તેણે 'કેસરી' માટે જ વાળ કઢાવી નાખ્યા છે. 'કેસરી'માં તે મોટી પાઘડીમાં જોવા મળશે. વાળ સાથે પાઘડી પહેરવી અક્ષયને મુશ્કેલ લાગતા તેણે વાળ કઢાવી નાખ્યા છે તેમ જ પાઘડી ખૂબ જ મોટી અને વજનદાર હોવાથી તેને માથામાં ગરમી પણ લાગી રહી હતી. એથી તેણે વાળ કઢાવી નાખવાનો નિર્ણય લીધો હતો.(૧.૧૪)

(4:15 pm IST)