Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રણબીર કપૂર પુછશે સંજય દત્તને સવાલો

સંજય દત્તના જીવન પર બની રહેલી ફિલ્મ આ વર્ષનું મોટુ આકર્ષણ છે. ફિલ્મમાં સંજયની નશાગિરી, ગાંધીગીરી સહિતની બાબતો જોવા મળશે. સંજય દત્તનો રોલ રણબીર કપૂર નિભાવી રહ્યો છે. રાજકુમાર હિરાણી અને તેની ટીમે આ ફિલ્મનું શુટીંગ લગભગ પુરૂ કરી લીધુ છે. ફિલ્મનો પ્રમોશનલ વિડીયો હવે બનાવાશે. જેમાં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ હશે. રણબીર તેમાં સંજુબાબાને તેની જિંદગી વિશેના સવાલો પુછશે. સંજય દત્તને આ વિડીયો સંદર્ભે દિલચશ્પી જાગી છે. તે દરેક સવાલના જવાબો આપવા તૈયાર છે. વિડીયો આવતા મહિને શૂટ કરવામાં આવશે. સંજય દત્તે  ફિલ્મ સાહબ બીબી ઓૈર ગેંગસ્ટર-૩નું કામ પણ પુરૂ કરી લીધું છે. સંજય દત્તના જીવન પરની ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. સોનમ કપૂર, અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા,મનિષા કોઇરાલા સહિતના કલાકારો પણ છે.

(10:08 am IST)