Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

‘બ્‍લર' ફિલ્‍મનું ટીઝરઃ તાપસી પન્‍નૂનો ડરામણો લુક

મુંબઈ,તા.૨૮: બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ તેની આગામી ફિલ્‍મ સાઈકોલોજિકલ થ્રિલર ‘બ્‍લર'નું પહેલું ટીઝર સોશ્‍યલ મીડિયા પર રિલીઝ કર્યું છે. દેખીતી રીતે જ, ફિલ્‍મના ટાઈટલને અનુરૂપ, આ ટીઝરમાં તાપસીનું પાત્ર કંઈક એવું છે જેને ચોખ્‍ખું દેખાતું નથી, તેથી એનું જીવન ધૂંધળું છે. તાપસીએ આ ફિલ્‍મમાં ગાયત્રી નામની યુવતીનો રોલ કર્યો છે. ટીઝરમાં એનાં લુક પરથી કહી શકાય કે આ ફિલ્‍મ દર્શકોને સસ્‍પેન્‍સ અને થ્રિલરનો ડબલ ડોઝ આપશે. આ ફિલ્‍મ ૯ ડિસેમ્‍બરે ઓટીટી પ્‍લેટફોર્મ રિલીઝ થનાર છે.

(10:33 am IST)