Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

૮૦ દિવસથી તેલુગુ બિગ બોસમાં છવાઇ ગુજરાતી મોનલ ગજ્જરઃ શો જીતવાની છે દાવેદાર

તેલુગુ બિગ બોસ-૪ ને નાગાર્જૂન હોસ્ટ કરે છે. શોમાં મોનલ હાલમાં જે રીતે પરફોર્મ કરી રહી છે તેનાં શો જીતવાનાં પુરેપુરા ચાન્સિસ છે

ચેન્નઇ,તા. ૨૮: ગુજરાતી ફિલ્મો રેવા અને થઇ જશેથી દરેક ગુજરાતી જેને ઓળખતો થઇ ગયો તે મોનલ ગજ્જર. તેલુગુ બિગબોસની સ્પર્ધક છે. તે શોમાં જીતની દાવેદાર પણ છે. સૌ કોઇ તેની રિફ્રેશિંગ સ્માઇલ અને એવરગ્રીન અંદાજ પર ફિદા છે. ૮૦ દિવસથી તે તેલુગુ બિગ બોસનાં ઘરમાં છે અને દર અઠવાડિયે સેફ થઇ રહી છે. એટલું જ નહીં હવે શો પૂર્ણ થવાને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે તે ટોપ ૪ સ્પર્ધકોમાં પણ શામેલ થઇ ગઇ છે. આ સાથે જ તે શો જીતવા માટે પણ દાવેદાર છે.

 આપને જણાવી દઇએ કે, મોનલે શોમાં એન્ટ્રી સૌથી પહેલી સ્પર્ધક હતી. અને હાલમાં તે ટોપ ૪ સ્પર્ધકોમાં શામેલ છે.

 તેલુગુ બિગ બોસ-૪ ને નાગાર્જૂન હોસ્ટ કરે છે. શોમાં મોનલ હાલમાં જે રીતે પરફોર્મ કરી રહી છે તેનાં શો જીતવાનાં પુરેપુરા ચાન્સિસ છે.

 તમે પણ ગુજરાતી મોનલને શો જીતવામાં મદદ કરી શકો છો તેને વોટ કરીને.. આજે વોટ કરવાનો છેલ્લો દિવસ છે. તો મોનલને ખુબ બધા વોટ કરો અને તેને ટોપ ૩ માટે સેવ કરી કરી શકો છો.

(9:49 am IST)
  • જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST

  • 30 નવેમ્બરના રોજ વારાણસી જશે નરેન્દ્રભાઈ : ગંગા નદીમાં બોટ રાઇડ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ નવેમ્બરે વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ગંગા નદીમાં બુટ મુસાફરી કરશે અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવશે તથા વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એક નવા હાઇવેનું ઉદઘાટન કરશે access_time 10:45 am IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST