Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મલાઇકા અરોરાએ પહેર્યા પોકેટ શૂઝઃ કિંમત છે ૨,૬૬,૦૯૭ રૂપિયા

મલાઇકા અરોરા પોતાના બીએફ અર્જુન કપૂર સાથે એરપોર્ટ પર જોવા મળી હતીઃ ત્‍યારે તેની સ્‍ટાઇલે એકવાર ફરી ઇમ્‍પ્રેસ કરી દીધા

મુંબઇ, તા.૨૮: એક્‍ટ્રેસ મલાઇકા અરોરા પોતાની ફેશનમાં સસ્‍તી ચીજોથી લઇને મોંઘી ચીજો સામેલ કરવા માટે જાણીતી છે. કયારેક તેઓ એટલી અફોર્ડેબલ ડ્રેસમાં જોવા મળે છે, જે કોલેજની ગર્લ્‍સ પણ સરળતાથી ખરીદી શકે છે, તો કેટલીક વાર આ એક્‍ટ્રેસ એવા ક્‍લોથ્‍સ અને શૂઝ કૅરી કરતી જોવા મળે છે, જેનું ખાલી સામાન્‍ય માણસ સપનું જ જોઇ શકે છે. આવું જ કંઇક મલાઇકા અરોરા પોતાના બોયફ્રેન્‍ડ અર્જૂન કપૂર સાથે એરપોર્ટ આવી ત્‍યારે જોવા મળ્‍યું હતું.લગ્‍ઝરી લેબલ ડ્રેસમાં મળી જોવાઃ ગોર્જિયસ એક્‍ટ્રેસે ફ્રેન્‍ચ લગ્‍ઝરી હાઉસ Christian Dior નો શોર્ટ હૂડી ડ્રેસ પહેર્યો હતો, જેની સાથે ઓવરઓલ લેબલ સાથે હોલમાર્ક મોટિફ્‌સ બનેલા હતા.પોલિસ્‍ટરથી તૈયાર થયેલા આ ડ્રેસની કિંમતની વાત કરીએ તો ઇન્‍ટરનેટ પર આપેલી માહિતી અનુસાર આની કિંમત અંદાજે ઼૩,૪૦૦ છે, જે ભારતીય ચલણમાં ૨,૬૬,૦૯૭ રૂપિયા બરાબર છે.બ્‍લેક બૂટ સાથે કરી પેરઃ આ કુલ લૂકિંગ શોર્ટ ડ્રેસને મલાઇકાએ ચંકી હિલ્‍સવાળા બ્‍લેક બૂટ સાથે પેર કર્યો હતો. આ ફૂટવેર લેધર અને નાયલોન મિક્‍સ ફેબ્રિકથી બનાવવામાં આવ્‍યા હતા. તેના કારણે આ બૂટ સ્‍ટર્ડી અને શાઇની પણ હતા.શૂઝમાં પોકેટ્‍સ હતાઃ આ બૂટમાં આપવામાં આવેલા સાઇડ પોકેટે લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. આ પોકેટ તેને યૂનિક ટચ આપી રહ્યા હતા, સાથે સુપર કુલ લૂક પણ આપતા હતા.આ શૂઝની ઓફિશિયલ સાઇટ પર કિંમત ઼૧,૬૫૦ આપવામાં આવી છે. એટલે જોમલાઇકા એ તેને ખરીદ્યા છે, તો તેણે આ બૂટને પોતાના કલેક્‍શનમાં સામેલ કરવા માટે અંદાજે ૧,૨૯,૧૩૫ રૂપિયા ખર્ચ્‍યા છે.

(3:29 pm IST)