Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વરુણ ધવનની ફિલ્‍મ ભૂલ ભૂલૈયા ૨ને પછાડી શકી નહીં: ચોથા દિવસે કમાણીમાં થયો જોરદાર ઘટાડો

મુંબઇ, તા.૨૮: ૨૦૨૨ની સૌથી મોટી એન્‍ટરટેઈનર તરીકે ગણવામાં આવે છે, જુગ જુગ જિયોનું ઓપનિંગ વીકએન્‍ડ કલેક્‍શન અદભૂત હતું. પરંતુ ખરો ખેલ પહેલા સોમવારે હતો. એટલે કે ફિલ્‍મના ચોથા દિવસના કલેક્‍શનથી તેની સફળતાનો અંદાજ ઘણી હદ સુધી મળે છે. તો શું જુગ જગ જિયો મન્‍ડે ટેસ્‍ટ પાસ કરી છે?
ઓપનિંગ વીકએન્‍ડમાં ૩૬.૯૩ કરોડની કમાણી કર્યા બાદ વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્‍મ જુગ જુગ જિયોના કલેક્‍શનમાં ચોથા દિવસે જંગી ઘટાડો જોવા મળ્‍યો છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર ફિલ્‍મે ચોથા દિવસે માત્ર ૪.૭૦ કરોડનું કલેક્‍શન કર્યું છે. જુગ જુગ જિયોની ૪ દિવસની કમાણી ૪૦ કરોડને પાર કરી ગઈ છે. આ પહેલા રવિવારે એટલે કે ત્રીજા દિવસે ફિલ્‍મે ૧૫.૧૦ કરોડની કમાણી કરી હતી. કમાણીમાં ઘટાડો ૧ દિવસમાં જ સ્‍પષ્ટ દેખાય છે.
એવી ઘણી ઓછી ફિલ્‍મો છે જે અઠવાડિયાના દિવસોમાં ડબલ ડિજિટમાં કમાણી કરે છે. કાર્તિક આર્યનની ફિલ્‍મ ‘ભૂલ ભૂલૈયા ૨'ને જ લઈ લો, ફિલ્‍મે ચોથા દિવસે ૧૦.૭૫ કરોડની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. ભૂલ ભૂલૈયા ૨ ની નોનસ્‍ટોપ કમાણી હજુ પણ ચાલુ છે. કિયારા અને વરુણની ફિલ્‍મ કયાંય પણ કમાણીના મામલામાં ભૂલ ભુલૈયા ૨થી આગળ ટકી શકી નથી. હવે અમને આશા છે કે આ ફિલ્‍મ થિયેટરોમાં લાંબો સમય ચાલે.
સોમવાર પછી, પાંચમા દિવસે ફિલ્‍મ કેવું કલેક્‍શન કરે છે તેના પર સૌની નજર છે. જે રીતે ફિલ્‍મનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્‍યું હતું તે જોતાં આ ફિલ્‍મ કરી રહી હોય તેવું લાગતું નથી. વરુણ અને કિયારાની ફિલ્‍મ માટે પ્રથમ સપ્તાહનો બિઝનેસ ખૂબ જ મહત્‍વપૂર્ણ છે જેથી ફિલ્‍મ લાઈફટાઈમ કલેક્‍શન કરી શકે.
જુગ જુગ જિયોએ શુક્રવારે ૯.૨૮ કરોડ, શનિવારે ૧૨.૫૫ કરોડ, રવિવારે ૧૫.૧૦ કરોડનું કલેક્‍શન કર્યું હતું. ફિલ્‍મમાં વરુણ ધવન સિવાય કિયારા અડવાણી, મનીષ પોલ, અનિલ કપૂર, નીતુ કપૂર મહત્‍વની ભૂમિકામાં જોવા મળ્‍યા હતા. ફિલ્‍મના ગીતો ચાર્ટબસ્‍ટર પર ટ્રેન્‍ડ કરી રહ્યાં છે. વિવેચકોએ ફિલ્‍મને મિશ્ર પ્રતિસાદ આપ્‍યો છે. જોવાનું એ રહેશે કે ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર જુગ જુગ જીતે છે કે ચૂકી જાય છે?

 

 

(11:05 am IST)