Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

વધુ એક વખત એકશન કરશે ક્રિતી

ક્રિતી સેનન ટોચની અભિનેત્રી બની ગઇ છે. તેની પાંચ પાંચ ફિલ્મો આ વર્ષમાં રિલીઝ થવાની છે. આ અભિનેત્રી અલગ શૈલીની ભુમિકાઓ નિભાવીને પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી ચુકી છે. રોમાન્ટીક ઉપરાંત એકશન પણ તે કરી રહી છે. ટાઇગર શ્રોફ સાથે ગણપતમાં એકશન કરતી જોવા દર્શકો ઉત્સુક છે. ત્યાં હવે તે અનુરાગ કશ્યપની એક ફિલ્મમાં પણ એકશન દ્રશ્યો નિભાવશે. ક્રિતીએ કહ્યું હતું કે અનુરાગ સાથે હું કામ કરી રહી છું. હું એટલુ જ કહીશ કે આ ફિલ્મ પર અનુરાગ કશ્યપની છાપ છે. કહાની થોડી અજીબ છે અને હું એ કારણે આ ફિલ્મ માટે ખુબ ઉત્સાહીત છું. કારણ કે અહિ મારો તદ્દન અલગ જ રોલ છે. ભરપુર એકશન પણ મારે કરવાની છે. ગણપત ફિલ્મમાં પણ મેં એકશનનો આનંદ લીધો છે.

(9:57 am IST)