Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સંજય દત્ત સાથેની તસવીર શેર કરતા બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ભારે ટિકા

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ટ્રોલર્સના નિશાના પર : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતએ સ્ટાર સાથે તસવીર મૂકતા ઘણા વખાણે છે તો કેટલાકનો સંજય પણ નેપોટિઝમની પ્રોડક્ટ હોવાનો કટાક્ષ

મુંબઇ, તા. ૨૭ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયામાં હંમેશા બોલિવૂડ પર નિશાન સાધનારી કંગનાએ આજે તેના ટ્વિટ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. જે બાદ તે ટ્રોલર્સના નિશાન પર આવી ગઇ છે. કંગના રનૌતે બોલિવૂડ અભિનેતા સંજય દત્ત સાથેની તસવીર શેર કરી હતી. જે બાદ લોકો અંગે કમેન્ટ્સ કરી રહ્યાં છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને વાત ગમી તો ઘણા લોકો તેની ટિકા કરી રહ્યાં છે અને કટાક્ષ કરી રહ્યાં છે.

કંગના રનૌતે તસવીર શેર કરતાં લખ્યું, જ્યારે મને જાણવા મળ્યું કે અમે હૈદરાબાદમાં એક હોટલમાં રોકાયેલા છીએ, તો હું સવારે સંજૂ સરને મળીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે પહોંચી ગઇ. તેમને પહેલાં કરતાં વધુ હેન્ડસમ અને સ્વસ્થ જોઇને ખુશી થઇ. અમે તમારા લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ. કંગનાની પોસ્ટ જોઇને ટ્રોલર્સ તેની પર નિશાન સાધી રહ્યાં છે. ઘણા લોકોએ ર્ડ્ગ્સને લઇને કટાક્ષ કર્યો તો કેટલાકે લખ્યું કે, તે નેપોટિઝમનું પ્રોડક્ટ છે.

ઉલ્લેખનીય છે કે, આજકાલ કંગના રનૌત હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મ થલાઇવીનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મમાં તે જયલલિતાના પાત્રમાં જોવા મળશે. સાથે તેણે આગામી ફિલ્મ ધાકડ માટે હૈદરાબાદમાં ટ્રેનિંગ શૂર કરી દીધી છે.

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ કેજીએફ-૨માં જોવા મળશે. ઉપરાંત સંજય દત્ત શમશેરામાં રણબિર કપૂર, વાણી કપૂર સાથે અને ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સાથે જોવા મળશે.

(9:06 pm IST)
  • અર્ણવ ગોસ્વામીને મોટી રાહત આપતો સુપ્રિમ કોર્ટનો હુકમ : રીપબ્લીક ટીવીના પત્રકાર અર્ણવ ગોસ્વામીને આપવામાં આવેલા વચગાળાના જામીન જયાં સુધી મુંબઈ હાઈકોર્ટ ૨૦૧૮ના આત્મહત્યા માટે ફરજ પાડવાના કેસનો નિકાલ કરે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે access_time 12:51 pm IST

  • હોસ્પિટલોમાં આગની ઘટનાઓ જરા પણ સ્વીકાર્ય નથી : સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરી : રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ નિપજતા સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરતાં કહ્યુ છે કે હાઈકોર્ટ પણ સમગ્ર મામલાને નિહાળી રહ્યા છીએ. આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર્ય નથી : અમે આખા દેશની સ્થિતિ પર માહિતી લઈ રહ્યા છીએ. access_time 1:07 pm IST

  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST