Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નવ દિવસના ઉપવાસ બાદ જેઠાલાલે માણી જલેબી-ફાફડાની મજા

મુંબઇ,તા. ૨૭:જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની સોશિયલ મીડિયા પર તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે, આ તસવીરમાં તેઓ દશેરાના પર્વ નિમિત્ત્।ે જલેબી-ફાફડાની લુફ્ત ઉઠાવતા જોવા મળી રહ્યા છે.તારક મહેતા.. સીરિયલમાં દરેક પાત્ર દર્શકો વચ્ચે એકદમ લોકપ્રિય છે. શોના ચાહકો તેમના મનપસંદ કલાકારોના અંગત જીવન વિશે પણ જાણવા માટે ઉત્સુક છે. હાલ જેઠાલાલનો રોલ ભજવનારા એકટર દિલીપ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી છે.

હકીકતમાં, દિલીપ જોશીએ નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ કર્યા હતા. દુર્ગાપૂજા કર્યા પછી તેણે જલેબી અને ફાફડા ખાધા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જેઠાલાલ જલેબી અને ફાફડાના શોખીન છે અને શોમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. તસવીર શેર કરતા દિલીપ જોશીએ કેપ્શનમાં લખ્યું છે, નવ દિવસના ઉપવાસ પછી જલેબી-ફાફડા ખાવાનો આનંદ અનોખો છે. એ હાલો જયાફત ઉડાવવા! જણાવી દઈએ કે ગુજરાતમાં દશેરાના દિવસે જલેબી ફાફડા ખાવાની પરંપરા છે. ઘણા લોકો આ દિવસે જલેબી ફાફડાનું વિતરણ પણ કરે છે.

ભલે જ દિલીપ જોશીએ જલેબી ફાફડા સાથે તસવીર શેર કરી હોય પરંતુ તેમને સીરિયલમાં ભાગ્યે જ જલેબી ફાફડા ખાવા મળે છે. ઘણી વાર તો બાપુજી જેઠાલાલ પર જલેબી ફાફડા માટે ગુસ્સે થાય છે. કયારેક તો તારક મહેતા શોના કોઈ અન્ય સદસ્ય આવીને જલેબી ફાફ્ડા ખાઈ લે છે.

(11:49 am IST)