Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

દિલજીત-મનોજ-ફાતિમાની ફિલ્મ રિલીઝ માટે તૈયાર

દિવાળીના તહેવાર પર અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ, અભિષેક બચ્ચન-રાજકુમાર રાવની લુડો પછી વધુ એક ફિલ્મ રિલીઝ થઇ રહી છે. દિલજીત દોસાંજ અને મનોજ બાજપાઇની ફિલ્મ સૂરજ પે મંગલ ભારી દિવાળીના દિવસોમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે જે કોમેડીથી ભરપુર લાગે છે. કહાની પણ મજેદાર જણાઇ રહી છે. ટ્રેલરમાં સૂરજ (દિલજીત) પોતાના માટે એક આદર્શ કન્યાની શોધમાં દેખાડાયો છે. બીજી તરફ મંગલ (મનોજ) લગ્ન તોડવાની તૈયારીઓમાં દેખાય છે. તે પોતાની જાતને ડિટેકટીવ સમજે છે. સૂરજના લગ્ન માટે કન્યા શોધવામાં આવી રહી છે. પરંતુ મંગલ સૂરજના લગ્નમાં અમંગળ કરવા તૈયાર બેઠો છે. સૂરજ સાથે બદલો લેવા મંગલ સૂરજની બહેન (ફાતિમા સના શેખ)ને પ્રેમજાળમાં ફસાવી લે છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક શર્માએ કર્યુ છે. દિલજીત અને મનોજ પહેલી જ વખત સાથે કામ કરતાં જોવા મળશે.

(10:12 am IST)