Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સાઉથ ફિલ્‍મ સ્‍ટાર રામચરણનો હૈદરાબાદ સ્‍થિત વૈભવી બંગલાની કિંમત અધધધ 38 કરોડ

અભિનય સાથે બિઝનેશ કરતા અભિનેતા એક ફિલ્‍મના 30 કરોડ ચાર્જ લે છે

મુંબઇઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી અમીર કલાકારોના નામની યાદીમાં અભિનેતા રામ ચરણનું નામ પણ આવે છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2007માં આવેલી તાલુકો ફિલ્મ ચિરુંથા થી કરી હતી. અત્યાર સુધીમાં તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને તેનું ફેન ફોલોઇંગ તેના પિતા મેગાસ્ટાર ચિરંજીવી જેવું જ છે.

તેની વાર્ષિક આવકનો આંકડો એટલો મોટો છે કે તેના વિશે જાણીને તમારા હોશ પણ ઉડી જશે. અભિનેતા ફિલ્મો અને જાહેરાતો થકી મોટી કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર એક ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે 30 કરોડ રૂપિયાની ફી લે છે. અભિનય ઉપરાંત તે બિઝનેસ પણ કરે છે જેમાંથી પણ તેને સારી આવક થાય છે. તેને મોંઘી ઘડિયાળ અને કારનો શોખ છે. તેનું ઘર કોઈ મહેલથી કમ નથી.

સુપરસ્ટાર રામ ચરણનું ઘર હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારના પ્રાઇમ લોકેશન પર આવેલું છે. તેનું ઘર સાઉથના મોંઘા બંગલાઓમાંથી એક છે. આ બંગલાની કિંમત 38 કરોડ રૂપિયા છે. જેને વર્ષ 2019 માં અભિનેતાએ ખરીદ્યું હતું. ઘરને તેણે વિદેશી મોંઘી આઈટમોથી સજાવ્યું છે. તેના ઘરની થી વાઈટ અને ગ્રીન છે. તેના ઘરની અગાસી પર એક ગાર્ડન પણ છે. બંગલામાં વર્કઆઉટ કરવા માટે જીમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.

રામ ચરણના બિઝનેસની વાત કરીએ તો તે એક એરલાઇન કંપનીનો માલિક છે. આ સાથે તેની એક પ્રોડક્શન કંપની પણ છે, જેના બેનર હેઠળ અત્યાર સુધી ઘણી મોટી ફિલ્મો બની છે. તેમની કુલ સંપત્તિ 1400 કરોડની આસપાસ છે.  તેની વાર્ષિક આવક લગભગ 210 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે પોલો ટીમ પણ છે. તે MAA ટીવીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ છે. તેની પાસે BMW, Mercedes, Range Rover થી Audi જેવી કાર છે.

(6:07 pm IST)