Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પોતાને છોકરી કહેવાતાં ઇરફાન ખાનના પુત્ર બાબિલે આપ્યો જડબાતોડ જવાબ

કહ્યું-મને મારી ચામડીની દેખભાળ રાખવી ખુબ ગમે છે, સેકસી દેખાવું ગમે છેઃ સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ છે અને પુરૂષ હોવાનું ગોૈરવ છે

મુંબઇ તા. ૨૭: બોલીવૂડમાં યાદગાર અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર બાબિલ સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. તે પિતાની જુની યાદો તાજી કરતો રહે છે. કયારેક ફિલ્મો બાબતેના પોતાના વિચારો પણ રજૂ કરે છે. પણ હાલમાં તેણે ઇંંસ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકી હતી તેના કારણે તે ટ્રોલ થઇ ગયો હતો.

બાબિલે એક પોસ્ટમાં એવું લખ્યું હતું કે તે પોતાની સ્કીનનું ખુબ ધ્યાન રાખે છે. તેને સ્કીન કેયર અને મેકઅપ કરવો પસંદ છે. આ કારણે અમુક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું. યુઝરે પુછ્યું કે શું તે છોકરી છે તો મેકઅપની વાત કરે છે. બાબિલે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

બાબિલે લખ્યું હતું કે શું તમે વિશ્વાસ કરશો કે હું બહાર જતાં પહેલા ફેસ માસ્ક અથવા મેકઅપ લગાવું છું તો કેટલાક લોકો મને કહે છે કે શું તમે છોકરી છો? મને લાગે છે કે દરેક વ્યકિત એક લોૈકિક દ્વંદ્દથી બન્યો છે, જે ચીજ તમને યોગ્ય રીતે પુરૂષ બનાવે છે તે છે પોતાની અંદરની મહિલાને ઓળખવી. જ્યાં સુધી તમે તમારી સ્ત્રી આયામને અનુભવશો નહિ ત્યાં સુધી તમે પુરૂષ નથી. કારણ કે અસલમાં એ જ વિષાકત મર્દાનગી છે. મને મારી ચામડીની દેખભાળ રાખવી પસંદ છે, સેકસી દેખાવું પસંદ છે. મને મહિલાઓ પ્રત્યે પ્રેમ છે અને પુરૂષ હોવા પર ગર્વ છે. ઉલ્લેખનિય છે કે બાબિલે વેલેન્ટાઇન ડે પર ફેસ માસ્ક લગાવ્યો હોય તેવી તસ્વીર મુકી હતી. તેના કારણે તે ટ્રોલ થયો હતો. જેના જવાબમાં તેણે વિડીયો મુકયો છે.

(12:43 pm IST)