Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

શુટીંગમાંથી રજા લઇ ગામડાની સફરે પહોંચી ટીના

સતત ભાગદોડ ભરેલી જિંદગીમાંથી કયારેક આરામ લઇ લેવો જરૂરી હોય છે. ટીવી ફિલ્મોના કલાકારો પણ સતત કામમાંથી થાકીને આરામ લેતાં હોય છે. ટીવી અભિનેત્રી ટીના ફિલીપ પણ થોડો સમય શુટીંગ શેડ્યુલમાંથી રજા લઇને અલગ-અલગ સ્થળોએ જતી રહે છે. દંગલના શો એ મેરે હમસફં રની અભિનેત્રી ટીના તાજતેરમાં મુંબઇ શહેરની બહારના નાયગાંવ વિસ્તારમાં ગઇ હતી. ટીના યુનાઇટેડ કિંગડમમાં મોટી થઇ છે. ભારતમાં તેનું જીવન સાવ અલગ છે. ટીના પોતાના અનુભવો વિશે કહે છે કે હું લાંબા સમયથી આવી યાત્રા પર જવાનો પ્લાન કરતી હતી. પરંતુ શટીંગ શેડ્યુલમાં મને સમય મળતો નહોતો. પણ અંતે મે બધુ મેનેજ કર્યુ હતું મુંબઇની હલચલથી થોડા દિવસ દુર નાયગાંવ જતી રહી હતી. એ ખુબ શાંત જગ્યા છે. ગામડાના બાળકો સાથે રમવાનો આનંદ અલગ જ હતો. લંડનમાં જે માહોલનો મેં અનુભવ નહોતો કર્યો તે અહિ ગામડામાં અનુભવ્યો હતો તેની મને ખુશી છે.

(10:12 am IST)