Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સુભાષ ધઇ ત્રણ ફિલ્મો બનાવશેઃ ઝી સ્ટુડિયોઝ સાથે હાથ મિલાવ્યો

મુકતા આર્ટ્સની ૪૨મી એનિવર્સરીએ થઇ જાહેરાત

મુંબઇ તા. ૨૬: બોલીવૂડમાં એક સમયે શો-મેનનું બિરૂદ મેળવનારા સુભાષ ધઈએ તેમના પ્રોડકશન મુકતા આર્ટ્સ હેઠળ નવી ત્રણ ફિલ્મોની જાહેરાત કરી છે. આ ફિલ્મને તેઓ ઝી સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. મુકતા આર્ટ્સની  ૪૨મી એનિવર્સરી નિમિતે સુભાષ ધઇએ આ જાહેરાત કરી છે. ૧૯૭૮ની ૨૪ ઓકટોબરે સુભાષ ધઈએ મુકતા આર્ટ્સની શરૂઆત કરી હતી. આ પ્રોડકશન હેઠળ તેમની પહેલી ફિલ્મ 'કર્ઝ' હતી. ૨૪ ઓકટોબર તેમની વેડિંગ-એનિવર્સરી પણ છે, આથી કર્ઝ બાદ તેમણે ૨૪ ઓકટોબરે ફિલ્મની જાહેરાત કરવાનું ટ્રેડિશન શરૂ કર્યું હતું અને એ જ ટ્રેડિશન હેઠળ આ વખતે પણ તેમણે ત્રણ ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે કોની સાથે આ ફિલ્મ બનાવવામાં આવશે અને કયા વિષય પર બનશે એ વિશે કોઈ જાણકારી હજુ આપવામાં આવી નથી. આમ તો સુભાષ ધઇ બોલીવૂડમાં અભિનેતા બનવાના સપના સાથે આવ્યા હતાં. પરંતુ તે એક મોટા ગજાના નિર્દેશક-ફિલ્મકાર બની ગયા હતાં. પોતાનો અભિનયનો શોખ પુરો કરવા તેમની મોટા ભાગની ફિલ્મમાં તેઓ એકાદ સીનમાં અવશ્ય દેખાય છે. તેમની લગભગ દરેક ફિલ્મમાં તેઓ જોવા મળી જ જાય છે.

(11:37 am IST)