Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

હું પોતે મારો માર્ગદર્શક છું: સિધ્‍ધાર્થ મલ્‍હોત્રા

સિધ્‍ધાર્થ મલ્‍હોત્રાએ જોત જોતામાં બોલીવૂડમાં એક દસકો પુરો કરી નાંખ્‍યો છે. કેટલાક કલાકારોને સંઘર્ષ અને મહેનત બાદ સફળતા મળતી હોય છે. સિધ્‍ધાર્થ આવા કલાકારોમાં સામેલ છે. સિધ્‍ધાર્થએ અભિનયની શરૂઆત ધરતી કા વીર યોધ્‍ધા-પૃથ્‍વીરાજ ચોૈહાણ નામની ટીવી સિરીયલથી ૨૦૦૯માં કરી હતી. એ પછી તે ૨૦૧૨માં કરણ જોહરની સ્‍ટુડન્‍ટ ઓફ ધ યર ફિલ્‍મથી બોલીવૂડમાં એન્‍ટર થયો હતો. બોલીવૂડમાં તે ગૂડલૂંકીંગ હીરો ગણાય છે. હાલમાં સિધ્‍ધાર્થ તેને મળેલા ફિલ્‍મફેર એવોર્ડ અને કિયારા અડવાણી સાથેના અસલી જિંદગીના   રિલેશનને કારણે ખુબ ચર્ચામાં છે. શેરશાહ ફિલ્‍મ થકી સિધ્‍ધાર્થએ અભિનયમાં પરિપક્‍વતા સાબિત કરી હતી. સિધ્‍ધાર્થ કહે છે હું કોઇ ફિલ્‍મી પરિવારનું સંતાન નથી, હું આઉટસાઇડર છું અને હું પોતે મારો માર્ગદર્શક રહ્યો છું. જો કે મને હિન્‍દી ફિલ્‍મ ઉદ્યોગમાં ભરપુર પ્રેમ અને સહકાર મળ્‍યા છે. તમે તમારા કામમાં મન, કર્મ અને વચન પરોવી દેશો તો સફળતા જરૂર મળશે જ.

(10:28 am IST)