Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આ કંઇ સરળ યાત્રા નથીઃ નિયા શર્મા

ટીવી પરદે ખુબ જાણીતી બનેલી અભિનેત્રી નિયા શર્મા તેના બોલ્‍ડ અવતાર માટે જાણીતી છે. તેની પાસે કંઇ કામ નથી હોતું ત્‍યારે પણ તે વિવાદો પેદા કરતી રહે છે. હવે નિયા ઝલક દિખલા જા શોમાં પોતાની અજાણ બાજુ દર્શાવવા તૈયાર થઇ છે. તેને આશા છે કે આ રિયાલીટી શો તેને તેના કમ્‍ફર્ટ ઝોનમાંથી બહાર લઇ આવશે. નિયા કહે છે આ શો તેની વર્સેટાઇલિટી માટે જાણીતો છે. આ કંઇ સાવ સરળ યાત્રા નથી. હુંમારા કોરીયોગ્રાફરને મળી ત્‍યારે જ મને અંદાજ આવી ગયો હતો કે આ કામ ખુબ જ અઘરુ છે. એક ડાન્‍સ રિહર્સલ વખતે હું લગભગ દસથી વધુ વખત નીચે પટકાઇ હતી. ત્‍યારે મને એમ થયું કે આ ડાન્‍સ રિયાલીટી શો છે કે પછી ખતરો કે ખિલાડી એ સમજાતું નથી. પણ હું સખત પરિશ્રમ કરવા તૈયાર છું. ઝલક દિખલા જા પાંચ વર્ષના ગાળા પછી ટીવી પર આવ્‍યો છે. નિયા સિવાયની અનેક સેલિબ્રિટી આ શો સાથે જોડાયેલી છે. નિયા કહે છે મેં જજને પહેલીવાર જોયા ત્‍યારે ગભરાઇ ગઇ હતી. પણ તે ખુબ ઉષ્‍માભર્યા છે. 

(10:27 am IST)