Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પ્રિયંકાનો પતિ નિક બાઇક અકસ્માતમાં ઘાયલ

ઘાયલ થયાનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે

લોસ એન્જેલીસ,તા. ૨૬ : બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો અમેરિકન પતિ નિક જોન્સ અમેરિકામાં એક બાઇક અકસ્માતમાં ઘાયલ થયાનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. ખુદ નિકે જ સોશિયલ મિડિયા પર જાણકારી આપી છે કે પોતે એક બાઇક અકસ્માતમાં ઘાયલ થયો હતો. પાંસળીમાં માર વાગ્યો છે અને હાલ તે સારવાર લઇ રહ્યો છે. નિક અને પ્રિયંકાનાં પ્રશંસકો નિક જલદી સાજો થઇ જાય એવી શુભેચ્છા વ્યકત કરી રહ્યા છે.

વિડિયોમાં નિક એના બે ભાઇ (જો અને કેવિન) સાથે બાઇક રેસ કરતો દેખાય છે. રેસ દરમિયાન એક અવરોધ આવતા નિક બાઇક પરથી પડી જાય છે અને એ સાથે એના બંને ભાઇની સાયકલ પણ અથડાતાં તેઓ પણ પડી જાય છે. તે પછી એક એમ્બ્યુલન્સ આવે છે અને નિકને ખુરશી પર બેસાડીને લઇ જવામાં આવે છે. પ્રશંસકોની સાથે પ્રિયંકાએ પણ નિકના સ્વાસ્થ્ય માટે એક ભાવુક નોટ પોસ્ટ કરી છે. એણે લખ્યુ છે : 'તૂટેલી પાંસળી પણ કુદરતની આ તાકાતને રોકી શકતી નથી. તું જે પણ કરે છે, મને એવી પર ગર્વ છે. હું તને બેહદ પ્યાર કરૃં છું' પ્રિયંકા પાસે હાલ અમુક હોલીવુડ પ્રોજેકટ્સ છે. અને એમાં તે વ્યસ્ત છે. હાલમાં તે 'ધ વ્હાઇટ ટાઇગર'(રાજુકુમાર રાવ) અને 'ધ સ્કાઇ ઇઝ પિન્ક' (ફરહાન અખ્તર)માં જોવા મળી હતી. પ્રિયંકા અને નિકે ૨૦૧૮ની બીજી ડિસેમ્બરે જોધપુરમાં ભવ્ય સમારંભમાં લગ્ન કર્યા હતા. 

(10:34 am IST)