Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નવી સફર શરૂ કરી ઉત્સાહિત છે તાપસી

અભિનેત્રી તાપસી પન્નુ પણ હવે બોલીવૂડની બીજી અભિનેત્રીઓની જેમ નિર્માત્રી બની ચુકી છે. તાપસીએ પોતાના પ્રોડકશન હાઉસનું નામ આઉટ સાઇડર્સ ફિલ્મ્સ રાખ્યું છે. જેના બેનર હેઠળની એક ફિલ્મ પણ તેણે બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ ફિલ્મનું નામ બ્લર છે. તાપસી આ ફિલ્મમાં અભિનય પણ કરવાની છે.  સુપર ૩૦, રશ્મિ રૉકેટ, ૮૩, સૂરમા, પીકૂ અને અઝહર જેવી ફિલ્મોનું નિર્માણ કરનાર પ્રાંજલ ખંધડિયાની સાથે મળીને તાપસી બ્લર બનાવી રહી છે. તેણે ખુશી વ્યકત કરતાં કહ્યું હતું કે આ નવી સફર શરૂ કરીની હું અત્યંત ઉત્સાહિત છું.  સિનેમા પ્રત્યેના મારા પ્રેમને હું પ્રોડકશન હાઉસ થકી નવી દિશા આપી રહી છું. મેનેજમેન્ટ મારામાં કુદરતી છે. હું લાંબા સમયથી પ્રોડકશન હાઉસ ચાલુ કરવા વિચારતી હતી. અગિયાર વર્ષની કારકિર્દીમાં મને દર્શકોએ ભરપુર સહયોગ આપ્યો છે. હું અને પ્રાંજલ હવે નવી અને ફ્રેશ ટેલેન્ટ્સને ફ્રન્ટ અને બિહાઇન્ડ ધ કેમેરા એક સાથે આપવાના છીએ. જેમાં અર્થસભર અને ખુબ સારું મનોરંજન દર્શકોને મળી રહેશે.

(10:34 am IST)