Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સતત એક મહિનો આકરી તાલિમ લીધી હતી દર્શન કુમારે

અભિનેતા દર્શન કુમાર  બે દાયકાથી અભિનય ક્ષેત્રે સક્રિય છે. તેણે ૨૦૦૧માં મુજે કુછ કહેના હૈ ફિલ્મથી શરૂઆત કરી હતી. એ પછી તેરે નામ, મેરીકોમ, એનએચ-૧૦, બાગી-૨ સહિતની ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કરી ધ્યાન ખેંચ્યું હતું. ગયા વર્ષે આવેલી અલગ અલગ વેબ સિરીઝે પણ તેને વધુ ઓળખ અપાવી છે. જેમાં આશ્રમ, અવરોધ, ધ ફેમિલીમેન-૨ સામેલ છે. હાલમાં જ દર્શન ફરહાન અખ્તર સાથે ફિલ્મ તૂફાનમાં જોવા મળ્યો છે. જેમાં તે બોકસર બન્યો છે. પોતાના આ રોલ માટે  દર્શન કુમારે વિલ સ્મિથના ફિટનેસ કોચ ડેરેલ ફોસ્ટર પાસેથી તાલિમ લીધી હતી. દર્શને કહ્યું હતું કે 'મને યાદ છે કે ડેરેલ સાથેની પહેલી મીટિંગમાં તેણે મને કહ્યું હતું તે મને પંચ કેવી રીતે ખાવો એ શીખવશે, નહીં કે ખોટો પંચ મારતાં. તેણે મને કહ્યું હતું કે તે મને ફિલ્મ માટે તાલિમ નહીં આપે, પરંતુ તે મને અસલી પ્રોફેશનલ બોકસર તરીક તાલિમ આપશે. દર્શકો જ્યારે ફિલ્મ જોશે ત્યારે તેમને એ એકદમ અસલી દેખાશે. સતત એક મહિના સુધી મને તેણે સવારના સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી તાલિમ આપી હતી. આ મારા માટે જીવનભર યાદ રહે તેવી તાલિમ છે. 

(10:33 am IST)