Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ભોજપુરી ફિલ્મ 'બોલો ગૌરવ સે વંદે માતરમ'નું થયું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર

મુંબઈ: અભિનેતા પ્રમોદ પ્રેમીની આગામી ભોજપુરી ફિલ્મ 'બોલો ગૌરવ સે વંદે માતરમ' ના થિયેટર રિલીઝ પહેલા તેનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર હશે. ફિલ્મનું પ્રીમિયર 26 જાન્યુઆરીએ ફિલમાચી ટીવી ચેનલ પર રિપબ્લિક ડે પર થશે. ફિલ્મમાચી ચેનલના વાઇસ પ્રેસિડેન્ટ (સ્ટ્રેટેજી) તરુણ તાલરેજાએ કહ્યું હતું કે, ફિલ્મમાચી હંમેશાં પ્રેક્ષકોના મનોરંજન માટે સારી ફિલ્મો લાવવાનો પ્રયાસ કરતી રહી છે. ફિલ્મ 'બોલો ગૌરવ સે વંદે માતરમ' દેશભક્તિની એક્શન ફિલ્મ છે જેમાં પ્રમોદ પ્રેમી મુખ્ય ભૂમિકામાં છે અને તેની સામેના કનક પાંડે જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો ફિલ્માચીની યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે. આ ફિલ્મના નિર્દેશક ચંદન ચૌધરી છે.

(5:35 pm IST)
  • ઠંડીથી ઠુંઠવાયું કચ્છ: કોલ્ડવેવ: શીત લહેર : નલિયામાં રેકોર્ડબ્રેક ૨.૮ ડિગ્રી ઠંડી: સમગ્ર કચ્છમાં કોલ્ડવેવ, ભુજ, અંજાર વિસ્તારમાં પારો સિંગલ ડિજિટમાં. ભુજ ૯.૮ ડિગ્રી, કંડલા ૮.૪, કંડલા ૧૦.૫ ડિગ્રી તાપમાન સવારે નોંધાયું. access_time 10:55 am IST

  • દિલ્હીમાં સ્થિતી વણસતી જાય છે :ખેડૂત આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ: અત્યાર સુધી શાંત રહેલ આંદોલન પોલીસે ટિયર ગેસ સેલ છોડતા વણસી રહ્યું છે. પશ્ચિમ દિલ્હીના નાનગ્લોઈ જંકશન ઉપર ખેડૂત ટ્રેક્ટર રેલીને પ્રવેશતી રોકવા દિલ્હી પોલીસના જવાનોએ માનવ સાંકળ રચી દીધી છે, મહિલા પોલીસ પણ આ સાંકળમાં જોડાઈ ગઈ છે. ટિયર ગેસ સેલ છોડાયા છે. પૂર્વ નિર્ધારિત રૂટના બદલે ખેડૂત રેલી શહેરના હાઈ સિક્યોરિટી ઝોનના ભાગો તરફ જવા પ્રયાસ કરતા સ્થિતિ ટર્ન લઇ રહી હોવાનું એનડિટીવી નોંધે છે. access_time 1:21 pm IST

  • નવું વકફ બોર્ડ બનાવવા આદેશ :ચૂંટણી યોજી નવું વકફ બોર્ડ બનાવવા ઉત્તર પ્રદેશ હાઇકોર્ટે હુકમ કર્યો છે. access_time 11:00 am IST