Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ચાર વર્ષ બાદ સ્નેહા ફિલ્મી પરદે આવશેઃ સાઉથની ફિલ્મ મળી

સલમાન ખાને જેને બોલીવૂડમાં એન્ટ્રી અપાવી હતી તે સ્નેહા ઉલ્લાલ ફરીથી ફિલ્મી પરદે આવી રહી છે. ઐશ્વર્યા રાય જેવી દેખાતી સ્નેહા છેલ્લા ચાર વર્ષથી બિમારીને કારણે ફિલ્મી પરદેથી દુર થઇ ગઇ હતી. હવે તે સાઉથની ફિલ્મ 'આયુષ્યમાન ભવ' થકી ફરીથી અભિનય કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેનો જોરદાર લૂક છે. જેની તસ્વીર સ્નેહાએ પોતાના ફેસબૂક પેજ પર અપલોડ કરી હતી. લાંબા સમયથી સ્નેહા લોહીને લગતી ઓટોઇમ્યુન ડિસઓર્ડર નામની બિમારીથી પીડાતી હતી. આ બિમારીને કારણે તે વધુ સમય ઉભી રહી શકતી નહોતી. તાજેતરમાં પોતાનો ત્રીસમો જન્મ દિવસ ઉજવનારી સ્નેહા ફરીથી કામ કરવા તૈયાર છે. બોલીવૂડમાં તેને ખાસ સફળતા મળી નથી આથી તે સાઉથમાં કામ કરી રહી છે.

(9:19 am IST)