Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની

મોશન વીડયો રિલિઝ કરવામાં આવ્યોઃ ફિલ્મ મેકર્સે પ્રભાસ અને પૂજા હેગડેના કેરેકટરનો ફર્સ્ટ લુક મહિનાની શરૂઆતમાં લોકો સમક્ષ મૂકી દીધો હતોે

મુંબઈ,તા.૨૬સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસના ૪૧મા જન્મદિવસ એટલે કે ૨૩ ઓક્ટોબર શુક્રવારે તેમની આગામી ફિલ્મ રાધે શ્યામનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં પૂજા હેગડે પ્રભાસની સાથે જોવા મળશે. મેકર્સ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેના કેરેકટરનો ફર્સ્ટ લુક મહિનાની શરૂઆતમાં જાહેર કર્યો હતો. મેકર્સે એક સુંદર મોશન વિડીયો રિલીઝ કર્યો છે. તે એક રહસ્યમય દેખાતા જંગલની મધ્યમાં શરૂ થાય છે. જ્યાં વચ્ચે ટ્રેક પર ટ્રેન ચાલી રહી છે. તેમાં રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ, દેવદાસ-પાર્વતી અને છેવટે રાધે-શ્યામની લવ સ્ટોરીની ઝલક બતાવવામાં આવી છે. પ્રભાસે તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીઝર શેર કર્યું છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રાધે શ્યામમાં પ્રભાસ અને પૂજા હેગડે ઉપરાંત સચિન ખેડેકર, ભાગ્યશ્રી, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા ચેટ્રી અને કૃણાલ રોય કપૂર, સત્યરાજ, જગપતિ બાબુ, જયરામ, ભીના બેનર્જી, રિદ્ધિ કુમાર અને સત્યન પણ જોવા મળશે. રાધે શ્યામએ યુરોપમાં સ્થાપિત એક મહાકાવ્યાત્મક પ્રેમ કથા છે. હાલમાં પ્રભાસ અને પૂજા હેગડે ઇટાલીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રજૂ કરવામાં આવશે.

(10:58 am IST)
  • ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST

  • ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તેની પ્રાયોગિક કોરોના વેકસીનના પરીક્ષણો પૂર્ણ કરેલ છે અને BMC ટૂંક સમયમાં તેની ક્લિનિકલ ટ્રાયલ્સનો ત્રીજો તબક્કો મુંબઈમાં શરૂ કરશે. access_time 10:02 pm IST

  • સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો..નરેન્દ્રભાઈ : "મન કી બાત" કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે.. : તેમણે મનની વાત કરતા કહ્યું હતું કે સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો.. : વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કે ખરીદી કરતી વખતે "વોકલ ફોર લોકલ"નો સંદેશ યાદ રાખો.. : નરેન્દ્રભાઈએ કહ્યું કે દશેરા એ સંકટ ઉપર વિજયની ઉજવણીનો ઉત્સવ છે.. access_time 2:21 pm IST